ગોવિંદા બોલિવુડમાં નવી ઇનિંગ માટે જાતે જ ફિલ્મ બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: ગોવિંદાએ પોતાનાં ફિલ્મોમાં પુનરાગમન માટે જાતે જ એક ફિલ્મ 'રુપા'નું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. નેવુંના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાએ જણાવ્યું હતું કે 'રૂપા' ફિલ્મ યુવાન દર્શકોને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવશે. ફિલ્મમાં નવી હિરોઇન રાની સ્વર્ણકારને રજૂ કરવામાં આવશે. નવી ફિલ્મ 'રૂપા'ની જાહેરાત કરતાં ગોવિંદાએ અંકશાસ્ત્રમાં પોતાનો વિશ્વાસ કેવો મજબૂત છે તેનું પ્રમાણ આપતાં જણાવ્યું હતું કે મારા માટે આ લકી નંબર છે. મારું નામ પણ તેના પર આધારીત છે. હું જ્યારે ૧૪ વર્ષનો હતો ત્યારે મેં તેમાં માનવાનું શરૂ કરેલું. મેં એક જ અઠવાડિયામાં ૧૪ ફિલ્મો સાઇન કરી હતી જેના કારણે મને ૧૪ વર્ષ સુપરસ્ટારડમ ભોગવવા મળ્યું.
બાદમાં હું ૧૪મી લોકસભામાં સાંસદ ચૂંટાયો અને તે પછી મેં ૧૪ વર્ષ સંઘર્ષ કર્યો.હવે હું પાંચ વર્ષ રાહ જોવા માંગતો ન હોઇ મેં આ ફિલ્મ દ્વારા નવો પ્રવાસ શરૂ કર્યો છે અને આજે ૧૪ જુલાઈએ જ તેની જાહેરાત કરી છે.
ગોવિંદાએ જણાવ્યું હતું કે મારું એ નસીબ હશે કે મને ઘણીવાર નકારી કાઢવામાં આવ્યો છે. લોકો એમ કહેતાં રહ્યા છે કે હવે તે ફિલ્મોમાં દેખાશે નહીં. પણ હવે હું ફરી શરૂઆત કરી રહ્યો છું. મેં જે ધાર્યું છે તે આ ફિલ્મ સિદ્ધ કરે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે.









