ઇરાનમાં હુમલાના દોષી ઇસ્લામિક સ્ટેટ બે સભ્યોને ફાંસી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામીક સ્ટેટ સમૂહના બે સભ્યોને ઇસ્લામિક રિપબ્લિક વિરુધ્ધ હથિયારબંધ બળવાનો દોષી ઠેરવ્યા બાદ ફાંસી આપવામાં આવી છે. તેઓ ઇરાક અને સિરિયામાં જૂથની હાર બાદ બનેલ ઇસ્લામીક સ્ટેટના એક સેલ સાથે જોડાયેલા હતાં. જેઓએ ઇરાનની અંદર હુમલાની યોજના બનાવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે તેઓ યોજનાનો અમલ કરે તે પહેલા ઇરાની સુરક્ષાદળોને ઇરાન સરહદ પાસે બામો પહાડી વિસ્તારમાં આ સેલના સ્થળની જાણકારી મળી ગઇ હતી. આ ઓપરેશન દરમિયાન કેટલાક ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડના ત્રણ સભ્યો માર્યા ગયા છે.
આ સ્થળેથી હથિયાર, દારુગોળો અને અન્ય સાધનો મળી આવ્યાં છે.આ બન્નેને ઇસ્લામિક રિપબ્લિક વિરુધ્ધ સશસ્ત્ર બળવાના દોષી ઠેરવાયા હતા અને સુપ્રીમ કોર્ટે તેના મોતની સજા યથાવત રાખતાં ફાંસી આપવામાં આવી છે.









