Entertainment

રશ્મિકાએ જાતે 20 કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં રશ્મિકા મંદાનાએ આગામી ફિલ્મ 'માયસા' માટે પાણીની અંદરના ફાઈટ સીનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ભારતીય સિનેમામાં પ્રથમવાર કોઈ અભિનેત્રી બોડી ડબલ વિના પાણીની અંદર એક્શન કરતી જોવા મળશે. રશ્મિકાએ 2 દિવસમાં લગભગ 20 કલાક પાણીમાં રહી આ દ્રશ્યો ફિલ્માવ્યા. રવિન્દ્ર પુલ્લે દિગ્દર્શિત આ આદિવાસી વિસ્તારો પર આધારિત ફિલ્મમાં ભાવનાત્મક વાર્તા સાથે જોરદાર એક્શન જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશ્મિકાએ જાતે 20 કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

મુંબઈ : રશ્મિકા મંદાનાએ આગામી ભાવનાત્મક એક્શન થ્રિલર 'માયસા' માટે પાણીની અંદર થતી ફાઈટ સીનનું શૂટિંગ પૂરુ કરી લીધું છે. સર્જકોના જણાવ્યા અનુસાર આ ભારતની પ્રથમ ફિલ્મ છે જેમાં કોઈ મહિલા કલાકાર પાણીની અંદર ફાઈટ સીન કરે છે. કોઈપણ બોડી ડબલની મદદ વિના પોતે જ મુશ્કેલ સ્ટન્ટ કર્યાં હતાં. રશ્મિકાએ બે દિવસમાં લગભગ વીસ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં હતાં. આ પ્રકારનું કીર્તિમાન સ્થાપનારી તે પહેલી ભારતીય અભિનેત્રી હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મના પ્રોડયુસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમ્યાનની તસવીરો અને દ્રશ્યની એક ઝલક શેર કરી જેમાં શૂટિંગ મોટા પાયે થયાની જાણકારી મળે છે.
સર્જકોએ તેને અગાઉ ક્યારેય ન જોયેલો સિનેમેટીક અનુભવ ગણાવ્યો હતો.
રવિન્દ્ર પુલ્લે દિગ્દર્શિત 'માયસા' ની વાર્તા આદિવાસી વિસ્તારો પર આધારીત છે અને તેમાં ભાવનાત્મક વાર્તા સાથે જોરદાર એક્શન પણ સામેલ હશે તેવો દાવો થઈ રહ્યો છે.