ચાહકોનો ચિત્કાર,આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ: 'તુમ્બાડ ટુ માં આલિયા ભટ્ટનું આગમન થતાં જ તુમ્બાડ ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જોરદાર ટ્રોલ કરી હતી. આ વર્ગે આલિયા ભટ્ટના કાસ્ટિંગને સાવ ખોટું ગણાવ્યું હતું.
એક ચાહકે જણાવ્યું હતું કે ફિલ્મ 'તુમ્બાડ' પોતાની કથા કહેવાના અંદાજ, વિઝન અને કલાકારોના જબરદસ્ત કામને કારણે કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી છે જેને બોલીવૂડના કોઇ મોટા કેમ્પનો સપોર્ટ નહોતો. એક ચાહક તરીકે નિરાશા અ ેવાતની થઇ રહી છે કે આવી અનોખી ફ્રેન્ચાઇઝી હવે સ્ટારપાવર ભણી ઝૂકી રહી છે. 'તુમ્બાડ' પોતાના મૂળિયાંને વળગી રહી કાબેલ કળાકારોને ચમકવાની તક આપશે તેવી મને આશા છે. અન્ય એક ચાહકે આલિયાને કાસ્ટ ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેને કારણે ફિલ્મ આલિયાકેન્દ્રી બની જશે. અન્ય એક ચાહકે એમ જણાવ્યું કે આ કાસ્ટિંગને કારણે 'તુમ્બાડ વન'થી બનેલી તમામ હાઇપ ખરાબ થઇ ગઇ. આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ.
સોહમ શાહની ફિલ્મ 'તુમ્બાડ' માં નવાઝુદ્દીન સિદ્દિકી બાદ હવે આલિયા ભટ્ટની એન્ટ્રી થતાં ફિલ્મના મૂળ ચાહકોમાં રોષ વ્યાપ્યો છે.
સોહમ શાહે જાહેરાત કરી હતી કે આલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા ભજવશે.









