India

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 3 ગુજરાતીને પદ્મ શ્રી એનાયત

By GS Team
25 May 20262 mins read
TukuTouch Logo
ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાંથી 66 હસ્તીઓને આજે 25 મેના રોજ સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષની યાદી મુજબ કુલ પાંચ લોકોને પદ્મ વિભૂષણ, 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મ શ્રી એનાયત થશે. 5 ગુજરાતીઓમાંથી 2 ગુજરાતી(અરવિંદ વૈદ્ય, નીલેશ માંડલેવાલા)ને આજે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતા પત્ની હેમા માલિની અને દીકરી ભાવુક, 3 ગુજરાતીને પદ્મ શ્રી એનાયત

Padma Awards 2026: ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી હતી, જેમાંથી 66 હસ્તીઓને આજે 25 મેના રોજ સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષની યાદી મુજબ કુલ પાંચ લોકોને પદ્મ વિભૂષણ, 13 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 113 લોકોને પદ્મ શ્રી એનાયત થશે. 5 ગુજરાતીઓમાંથી 3 ગુજરાતી(અરવિંદ વૈદ્ય, નીલેશ માંડલેવાલા, હાજી રમકડું)ને આજે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ શ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે. બાકીના 65 મહાનુભાવોને આગામી તબક્કામાં સન્માનિત કરવામાં આવશે, જેની તારીખ હવે પછી જાહેર થશે.

ઇમોશનલ થઈ ધર્મેન્દ્રની દીકરી અહાના

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 'હીમેન'નો આ પુરસ્કાર તેમની પત્ની હેમા માલિનીએ સ્વીકાર કર્યો. આ ક્ષણ તેમના માટે ખૂબ જ ઇમોશનલ રહી. હેમા પોતાની પુત્રી અહાના સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચી હતી. પુરસ્કાર લેતી વખતે તે ભાવુક દેખાઈ. તે પિતા માટે તાળીઓ વગાડતા વગાડતા રડવા લાગી. આ ક્ષણ ધર્મેન્દ્રના ફેન્સને ભાવુક કરી ગઈ છે. અહાનાના પતિ વૈભવ વોહરા પણ હાજર દેખાયા. તે પત્ની અહાનાને સંભાળતા નજરે પડ્યા.

5 ગુજરાતીઓને પદ્મ શ્રી સન્માન

1: અરવિંદ વૈદ્ય, આર્ટ

2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય

3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર

4: હાજી રમકડું, આર્ટ

5:  નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય


કોને કોને મળ્યું પદ્મ વિભૂષણનું સન્માન?


કોને કોને મળ્યું પદ્મ ભૂષણનું સન્માન?

આ પણ વાંચો: ધર્મેન્દ્ર સહિત 5ને પદ્મ વિભૂષણ, મામૂટી સાથે 13ને પદ્મ ભૂષણ તો રોહિત શર્મા તેમજ 113 હસ્તીને પદ્મ શ્રી