Padma Awards 2026: ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો'ની જાહેરાત કરાઈ છે. વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો અપાશે, પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ, 6 વિદેશીઓ/NRI/PIO/OCI અને 16 વ્યક્તિઓને મરણોત્તર સન્માન આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નામોની જાહેરાત થાય છે, સામાન્ય રીતે માર્ચ કે એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ સન્માન એનાયત કરવામાં આવે છે.
પદ્મ વિભૂષણ: 5
પદ્મ ભૂષણ: 13
પદ્મ શ્રી: 113
કોને કોને મળશે પદ્મ વિભૂષણનું સન્માન?
|
ક્રમ |
નામ |
ક્ષેત્ર |
રાજ્ય/દેશ |
|
1 |
ધર્મેન્દ્ર સિંહ દેઓલ
(મરણોત્તર) |
કલા |
મહારાષ્ટ્ર |
|
2 |
કે. ટી. થોમસ |
જાહેર બાબતો |
કેરળ |
|
3 |
એન. રાજમ |
કલા |
ઉત્તર પ્રદેશ |
|
4 |
પી. નારાયણન |
સાહિત્ય અને શિક્ષણ |
કેરળ |
|
5 |
વી.એસ.અચ્યુતાનંદન (મરણોત્તર) |
જાહેર બાબતો |
કેરળ |
કોને કોને મળશે પદ્મ ભૂષણનું સન્માન?
|
નામ |
ક્ષેત્ર |
રાજ્ય/દેશ |
|
અલ્કા યાજ્ઞિક |
કલા |
મહારાષ્ટ્ર |
|
ભગત સિંહ કોશ્યારી |
જાહેર બાબતો |
ઉત્તરાખંડ |
|
કલ્લીપટ્ટી રામાસામી
પલાનીસ્વામી |
દવા |
તમિલનાડુ |
|
મામૂટી |
કલા |
કેરળ |
|
નોરી દત્તાત્રેયડુ |
દવા |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા |
|
પીયૂષ પાંડે (મરણોત્તર) |
કલા |
મહારાષ્ટ્ર |
|
એસ. કે. એમ. માઈલાનંદન |
સામાજિક કાર્ય |
તમિલનાડુ |
|
શતાવધાની આર. ગણેશ |
કલા |
કર્ણાટક |
|
શિબુ સોરેન (મરણોત્તર) |
જાહેર બાબતો |
ઝારખંડ |
|
ઉદય કોટક |
વેપાર અને ઉદ્યોગ |
મહારાષ્ટ્ર |
|
વી. કે. મલ્હોત્રા (મરણોત્તર) |
જાહેર બાબતો |
દિલ્હી |
|
વેલ્લાપલ્લી નટેસન |
જાહેર બાબતો |
કેરળ |
|
વિજય અમૃતરાજ |
રમતગમત |
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા |
5 ગુજરાતીઓને પદ્મ શ્રીનું મળશે સન્માન
1: અરવિંદ વૈદ્ય, આર્ટ
2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય
3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર
4: હાજી રમકડું, આર્ટ
5: નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય
કોને કોને મળશે પદ્મ શ્રીનું સન્માન?
|
ક્રમ
|
નામ |
|
૧ |
એ. ઈ. મુથુનાયગમ |
|
૨ |
અનિલ કુમાર રસ્તોગી |
|
૩ |
અંકે ગૌડા એમ. |
|
૪ |
આર્મિડા ફર્નાન્ડિસ |
|
૫ |
અરવિંદ વૈદ્ય |
|
૬ |
અશોક ખાડે |
|
૭ |
અશોક કુમાર સિંહ |
|
૮ |
અશોક કુમાર હાલદાર |
|
૯ |
બલદેવ સિંહ |
|
૧૦ |
ભગવાનદાસ રાયકરવાર |
|
૧૧ |
ભારત સિંહ ભારતી |
|
૧૨ |
ભિકલ્યા લડક્યા ધિન્ડા |
|
૧૩ |
બિશ્વા બંધુ (મરણોત્તર) |
|
૧૪ |
બ્રિજ લાલ ભટ્ટ |
|
૧૫ |
બુદ્ધા રશ્મિ મણિ |
|
૧૬ |
ડૉ. બુધરી ટાટી |
|
૧૭ |
ચંદ્રમૌલી ગડ્ડામાનુગુ |
|
૧૮ |
ચરણ હેમ્બ્રમ |
|
૧૯ |
ચિરંજી લાલ યાદવ |
|
૨૦ |
દીપિકા રેડ્ડી |
|
૨૧ |
ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા |
|
૨૨ |
ગડ્ડે બાબુ રાજેન્દ્ર પ્રસાદ |
|
૨૩ |
ગફરુદ્દીન મેવાતી જોગી |
|
૨૪ |
ગંભીર સિંહ યોન્જોન |
|
૨૫ |
ગરિમેલ્લા બાલકૃષ્ણ પ્રસાદ (મરણોત્તર) |
|
૨૬ |
ગાયત્રી બાલસુબ્રમણ્યન અને સુશ્રી રંજની બાલસુબ્રમણ્યન (સંયુક્ત) |
|
૨૭ |
ગોપાલ જી ત્રિવેદી |
|
૨૮ |
ગુડુરુ વેંકટ રાવ |
|
૨૯ |
એચ. વી. હાંડે |
|
૩૦ |
હાલી વાર |
|
૩૧ |
હરિ માધબ મુખોપાધ્યાય (મરણોત્તર) |
|
૩૨ |
હરિચરણ સૈકિયા |
|
૩૩ |
હરમનપ્રીત કૌર ભુલ્લર |
|
૩૪ |
ઈન્દરજીત સિંહ સિદ્ધુ |
|
૩૫ |
જનાર્દન બાપુરાવ બોથે |
|
૩૬ |
જોગેશ દેઉરી |
|
૩૭ |
ઝુઝર વાસી |
|
૩૮ |
જ્યોતિષ દેબનાથ |
|
૩૯ |
કે. પાજનીવેલ |
|
૪૦ |
કે. રામાસ્વામી |
|
૪૧ |
કે. વિજય કુમાર |
|
૪૨ |
કબિન્દ્ર પુરકાયસ્થ (મરણોત્તર) |
|
૪૩ |
કૈલાશ ચંદ્ર પંત |
|
૪૪ |
કલામંડલમ વિમલા મેનન |
|
૪૫ |
કેવલ કૃષ્ણ ઠાકુરાલ |
|
૪૬ |
ખેમ રાજ સુંદ્રિયાલ |
|
૪૭ |
કોલ્લકલ દેવકી અમ્મા જી |
|
૪૮ |
કૃષ્ણમૂર્તિ બાલસુબ્રમણ્યન |
|
૪૯ |
કુમાર બોસ |
|
૫૦ |
કુમારસ્વામી થંગરાજ |
|
૫૧ |
પ્રો. (ડૉ.) લાર્સ-ક્રિશ્ચિયન કોખ |
|
૫૨ |
લ્યુડમિલા વિક્ટોરોવના ખોખલોવા |
|
૫૩ |
માધવન રંગનાથન |
|
૫૪ |
મગંતી મુરલી મોહન |
|
૫૫ |
મહેન્દ્ર કુમાર મિશ્રા |
|
૫૬ |
મહેન્દ્ર નાથ રોય |
|
૫૭ |
મમિડાલા જગદીશ કુમાર |
|
૫૮ |
મંગલા કપૂર |
|
૫૯ |
મીર હાજીભાઈ કાસમભાઈ |
|
૬૦ |
મોહન નાગર |
|
૬૧ |
નારાયણ વ્યાસ |
|
૬૨ |
નરેશ ચંદ્ર દેવ વર્મા |
|
૬૩ |
નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલા |
|
૬૪ |
નુરુદ્દીન અહેમદ |
|
૬૫ |
ઓથુવાર તિરુથાની સ્વામીનાથન |
|
૬૬ |
ડૉ. પદ્મા ગુરમેટ |
|
૬૭ |
પાલકોંડા વિજય આનંદ રેડ્ડી |
|
૬૮ |
પોખિલા લેકથેપી |
|
૬૯ |
ડૉ. પ્રભાકર બસવપ્રભુ કોરે |
|
૧૦ |
પ્રતીક શર્મા |
|
૭૧ |
પ્રવીણ કુમાર |
|
૭૨ |
પ્રેમ લાલ ગૌતમ |
|
૭૩ |
પ્રોસેનજીત ચેટર્જી |
|
૭૪ |
ડૉ. પુન્નિયામૂર્તિ નટેશન |
|
૭૫ |
આર. કૃષ્ણન (મરણોત્તર) |
|
૭૬ |
આર. વી. એસ. મણિ |
|
૭૭ |
રબી લાલ ટુડુ |
|
૭૮ |
રઘુપત સિંહ (મરણોત્તર) |
|
૭૯ |
રઘુવીર તુકારામ ખેડકર |
|
૮૦ |
રાજસ્થપતિ કલિયપ્પા ગૌંડર |
|
૮૧ |
રાજેન્દ્ર પ્રસાદ |
|
૮૨ |
રામા રેડ્ડી મમિડી (મરણોત્તર) |
|
૮૩ |
રામમૂર્તિ શ્રીધર |
|
૮૪ |
રામચંદ્ર ગોડબોલે અને સુશ્રી સુનીતા ગોડબોલે (સંયુક્ત) |
|
૮૫ |
રતિલાલ બોરીસાગર |
|
૮૬ |
રોહિત શર્મા |
|
૮૭ |
એસ. જી. સુશીલમ્મા |
|
૮૮ |
સંગયુસાંગ એસ. પોંગેનર |
|
૮૯ |
સંત નિરંજન દાસ |
|
૯૦ |
શરત કુમાર પાત્ર |
|
૯૧ |
સરોજ મંડલ |
|
૯૨ |
સતીશ શાહ (મરણોત્તર) |
|
૯૩ |
સત્યનારાયણ નુવાલ |
|
૯૪ |
સવિતા પુનિયા |
|
૯૫ |
પ્રો. શફી શૌક |
|
૯૬ |
શશિ શેખર વેમ્પતિ |
|
૯૭ |
શ્રીરંગ દેવાબા લાડ |
|
૯૮ |
શુભા વેંકટેશ આયંગર |
|
૯૯ |
શ્યામ સુંદર |
|
૧૦૦ |
સિમાંચલ પાત્ર |
|
૧૦૧ |
સિવસંકરી |
|
૧૦૨ |
ડૉ. સુરેશ હનગાવડી |
|
૧૦૩ |
સ્વામી બ્રહ્મદેવ જી મહારાજ |
|
૧૦૪ |
ટી. ટી. જગન્નાથન (મરણોત્તર) |
|
૧૦૫ |
ટગા રામ ભીલ |
|
૧૦૬ |
તરુણ ભટ્ટાચાર્ય |
|
૧૦૭ |
ટેચી ગુબિન |
|
૧૦૮ |
થિરુવારૂર ભક્તવત્સલમ |
|
૧૦૯ |
તૃપ્તિ મુખર્જી |
|
૧૧૦ |
વેઝિનાથન કામકોટિ |
|
૧૧૧ |
વેમ્પટી કુટુમ્બ શાસ્ત્રી |
|
૧૧૨ |
વ્લાદિમેર મેસ્તવિરીશ્વિલી (મરણોત્તર) |
|
૧૧૩ |
યુમનામ જાત્રા સિંહ (મરણોત્તર) |
રોહિત શર્મા સહિતની જાણીતી હસ્તીઓને પદ્મ સન્માન
-રોહિત શર્મા, રમત ગમત, ક્રિકેટ
-હરમનપ્રીત કૌર, રમત ગમત, ક્રિકેટ
-સવિતા પુનિયા, રમત ગમત, હોકી
-અલકા યાજ્ઞિક, સંગીત
-આર માધવન, આર્ટ, અભિનેતા
-મામૂટી, આર્ટ, અભિનેતા
-સતીશ શાહ, આર્ટ, અભિનેતા
મીર હાજીભાઈ કાસમભાઈ: પદ્મશ્રી
મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો 'હાજી રમકડું'ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. તેઓ કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક માનવામાં આવે છે. કચ્છની ધરા પર માનવતાની મહેક ફેલાવનારા મીર હાજીભાઈ કાસમભાઈ સાચા અર્થમાં કર્મયોગી છે. પશુધન અને ગૌસેવા માટેનું તેમનું સમર્પણ ધર્મની સીમાઓ ઓળંગીને એકતાનો સંદેશ આપે છે.
નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા: પદ્મશ્રી
સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી. વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.વર્ષ 2006માં તેમણે સુરતથી કિડની દાનના માધ્યમથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં માત્ર કિડની દાનથી શરૂ થયેલું આ અભિયાન આજે લિવર, સ્વાદુપિંડ (Pancreas), હૃદય, ફેફસાં, હાડકાં, નાનું આંતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તર્યું છે. ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 1300થી વધુ અંગો તેમજ ટિશ્યુઓનું (Tissues) સફળતાપૂર્વક દાન કરાવી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યું છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ): પદ્મ શ્રી
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.
દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા.
પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરાય છે જાહેરાત
પદ્મ વિભૂષણ સાધારણ અને વિશેષ સેવા રૂપે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવે છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી સામેલ છે. આ પુરસ્કાર કલા, સામાજિક કાર્ય, સાર્વજનિક કિસ્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમત અને સિવિલ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કાર્ય કરનારાને માન્યતા આપે છે.


