VIDEO: ઝારખંડમાં ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ લાગતા નાસભાગ, 66 દુકાનો બળીને ખાખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jharkhand Fire Breaks : દિવાળીની ઉજવણી વચ્ચે ઝારખંડમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગતા ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ છવાયો છે. ભયાનક આગે વિકરાળરૂપ ધારણ કરતા થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી.
ઘરમાં મુકેલાં ફટાકડામાં લાગી આગ, એક દંપતીનું મોત
દિવાળીના તહેવાર સમયે આગ લાગવાની ઘટના બને છે, તેવામાં છેલ્લા કેટલાક દિવસ પહેલા હેદરાબાદની એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક ઘરમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગવાથી એક દંપતીનું ગૂંગળામણમાં મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પોલીસે આપી હતી.
આ પણ વાંચો : દિવાળીનો આનંદ માતમમાં ફેરવાયો! એક જ પરિવારના 6 લોકોના ભયંકર અકસ્માતમાં મોત
મહારાષ્ટ્રમાં આગ દુર્ઘટનામાં પાંચ બાળકો ઈજાગ્રસ્ત
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં પૂણેના સિંહગઢ વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે ગટરની ચેમ્બરનું ઢાંકણું ફાટતાં પાંચ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. સિંહગઢ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાઘવેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું કે, આ ઘટના રવિવારે નર્હે વિસ્તારમાં બની હતી.




