Entertainment

કલ્કિ 2898 એડીની સિક્વલનું શૂટિંગ ઓકટોબરના મધ્યમાં ફરી શરૂ થશે

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
કલ્કિ 2ના નિર્દેશક નાગ અશ્વિને મુંબઈમાં જણાવ્યું કે, પ્રભાસ ઉપલબ્ધ ન હોવાથી સીક્વલનું શૂટિંગ અટક્યું હતું. હવે ઓક્ટોબરના મધ્યમાં ફરી શૂટિંગ શરૂ થશે. અમિતાભ બચ્ચને પોતાનો ભાગ આ વર્ષે શૂટ કર્યો છે. ટીમ 2027 સુધીમાં શૂટિંગ પૂરું કરી, 2028માં રિલીઝ કરવાનું લક્ષ્ય ધરાવે છે. એક પેન-ઇન્ડિયા અભિનેતા કેમિયો રોલમાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલ્કિ 2898 એડીની સિક્વલનું શૂટિંગ ઓકટોબરના મધ્યમાં ફરી શરૂ થશે
  • ૨૦૨૭માં શૂટિંગ આટોપી લઈને ૨૦૨૮માં રિલીઝની યોજના

મુંબઈ : કલ્કિ ૨૮૯૮ના દિગ્દર્શક નાગ અશ્વિને હાલમાં ફિલ્મની સીકવલ વિશે અપડેટ આપ્યું હતું.એક ઇન્ટરવ્યુ દરમિયાન દિગ્દર્શકે જણાવ્યું હતું કે, કલ્કિ ટુના શૂટિંગની શરૂઆત આ વર્ષમાં કરવામાં આવી હતી. અમિતાભે આ સમયમાં પોતાના હિસ્સાનું શૂટિંગ કર્યું હતું. પરંતુ પ્રભાસ ઉપલબ્ધ ન હોવાથી સીકવલના મુખ્ય હિસ્સાઓનું શૂટિંગ અટકી ગયું હતું. હવે પ્રભાસ શૂટિંગની તારીખો આપશે કે અમે ઓકટોબરના મધ્યમાં શૂટિંગની ફરી શરૂ કરી રહ્યા છીએ. નાગ અશ્વિને એમ પણ જણાવ્યું હતું કે ફિલ્મની ટીમને ૨૦૨૭ના મધ્ય સુધી શૂટિંગ પુરી કરવાની ઇચ્છા છે. આ પછી ફિલ્મના પોસ્ટ-પ્રોડકશન કામ શરૂ કરવામાં આવશે.
કલ્કિ ટુમાં ફિલ્મસર્જકે કેમિયો રોલ માટે પૈન-ઇન્ડિયા એકટરની કાસ્ટિંગ કન્ફર્મ કરી દીધી હોવાની માહિતી છે.
જોકે રિપોર્ટમાં એકટર અને રોલ વિશે જણાવામાં આવ્યું નથી.