દિવાળીનો આનંદ માતમમાં ફેરવાયો! એક જ પરિવારના 6 લોકોના ભયંકર અકસ્માતમાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Accident in Uttar Pradesh: ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ગુરૂવારે ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થયા જ્યારે ઘટનામાં 3 લોકો ગંભીર ઇજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટેમ્પોમાં બેસીને દિવાળી ઉજવવા પોતાના ગામ જઇ રહ્યા હતા.
ત્યારે બદાયુ જિલ્લાના મુજરિયા ચોક પાસે બાઇક ચાલકને બચાવવા જતાં ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. આ ભીષણ અકસ્માતમાં એક પરિવારના ચાર અને એક જ ગામના બે લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતની જાણ થતાં જિલ્લાની ફોર્સ અને ડીએમ એસએસપી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રોંડ સાઇડમાં ટ્રેક્ટર જઇ રહ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.




