અજય દેવગણના જુહુના બંગલા પર થતા કામકાજને બીએમસીએ થંભાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સોસાયટીની ફરિયાદ પરિવાર પાસે જોઇતી મંજૂરીના દસ્તાવેજો નહોતા
મુંબઈ : અજય દેવગણના જુહુ પાસે આવેલા બંગલામાં ચાલતા કામકાજને બૃહદ મુંબઇ પાલિકાએ થંભાવી દીધું હતું. આ પ્રોપર્ટી પર સ્પા અને સલૂન બંધાવાની તૈયારી થતી હોવાની ફરિયાદ સોસાયટીના સભ્યોએ કરી હતી જેના પછી સ્ટોપ-વર્ક નોટીસ આપવામાં આવી હતી.આ પછી બીએમસીએ પ્રોપર્ટીના માલિકો પાસે જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા જેને તેઓ આપી શક્યા નહોતા.
દેવગણ કેમ્પના સૂત્રોના અનુસાર, પ્રોપર્ટીના પ્રસ્તાવિત ઉપયોગ સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી લેવામાં આવી છે.
એક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે આ સલૂન માટે પાંચ વરસનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. જેના માટે તેઓ પહેલા વરસે ૧૬ લાખ રૂપિયા ભાડુ આપશે અને પછી દર વરસે ભાડામાં વધારો કરવામાં આવશે.
અજય દેવગણનો આ બંગલો જેવીપીડી સ્કીમાં પ્લોટ એસ-૧૦ એન એસ રોજ નંબર ૧૧ પર આવેલો છે. જે એક કોઓપરેટિવ સોસાયટીમાં છે. સોસાયટીના સભ્યોએ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો વિરોધ કર્યો છે. હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓનું કહેવું છે કે, આ જગ્યાનો ઉપયોગ સ્પા અન ેસલૂન માટે થશે તો સોસાયટીમાં અવર-જવર, ગરદી, પાર્કિંગ, સુરક્ષા અને ઘોંઘાટની તકલીફો થશે. ખાસ કરીને આ એરિયાની અંદરની ગલીઓ સાંકડી હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધશે.આ બંગલાનું કામકાજ શરૂ થયું ત્યારે કમર્શિયલ ઉપયોગની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી.




