Astro

વાંચો તમારું 27 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓની ભવિષ્યવાણી કરી છે. મેષ રાશિના જાતકોને કાર્યમાં રૂકાવટ અને વાદવિવાદથી સાવચેત રહેવા જણાવ્યું છે. વૃષભ રાશિના લોકોને સીઝનલ ધંધામાં લાભ થવાની શક્યતા છે. સિંહ રાશિના જાતકોને તબિયતની અસ્વસ્થતા અને નાણાકીય કામમાં સાવચેતી રાખવા સૂચવાયું છે. કન્યા રાશિના જાતકોને સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 27 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. વાદવિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવે.
કર્ક : જૂના સ્વજન સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. ધર્મકાર્ય થઇ શકે.
સિંહ : સુસ્તી-બેચેની તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. નાણાંકીય કામમાં સાવચેતી રાખવી.
કન્યા : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળવાથી કામનો ઉકેલ લાવી શકો.
તુલા : સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં.આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ-ખરીદી જણાય.
વૃશ્ચિક : આપના બુદ્ધિ-અનુભવ આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામ અંગે દોડધામ. શ્રમ જણાય.
ન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
મકર : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
કુંભ : કૌટુંબિક - પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામનો ઉકેલ આવતો જાય.
મીન : આપના મહત્ત્વના કામકાજમાં સાનુકુળતા મળી રહે. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
અગ્નિદત્ત પદમનાભ