Entertainment

વિક્કી કૌશલ લવ એન્ડ વોર ફિલ્મમાં વિલનના રોલમાં હોવાની સંભાવના

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માંથી વિક્કી કૌશલનો લુક મુંબઈમાં જાહેર થયો છે. પોસ્ટરમાં તે વિન્ટેજ હેરકટ અને મૂછો સાથે લાઈટરથી સિગારેટ સળગાવતો દેખાય છે, જે વિલનના રોલનો સંકેત આપે છે. રણબીર અને આલિયાના લુક બાદ હવે વિક્કીનો લુક પણ વાયરલ થયો છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિક્કી કૌશલ લવ એન્ડ વોર ફિલ્મમાં વિલનના રોલમાં હોવાની સંભાવના
  • અભિનેતા વિન્ટજ હેરકટ અને મૂછોમાં લાઇટરથી સિગારેટ પેટાવતો જોવા મળ્યો

મુંબઈ : સંજય લીલા ભણશાલીની આવનારી ફિલ્મ લવએન્ડ વોરના રણબીર કપૂર અને આલિયાના પ્રથમ લુક શેર કર્યા પછી હવે વિક્કી કૌશલનું લુક જાહેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા વિન્ટેજ હેરકટ અને મૂછોમાં લાઈટરથી સિગારેટ પેટાવતો જોવા મળી રહ્યો છે. તેના આ લુક પરથી તે વિલનના રોલમાં હશે તેમ લોકો માની રહ્યા છે. સોશયલ મીડિયા પર વિક્કીના આ લુકને પસંદ કરવામાં આવ્યું હતુ.
પોસ્ટર શેર કરતાં વિક્કી કૌશલે કેપ્શનમાં લખ્યું હતુ ંકે, નજરે મિલેંગી, લેકિન હટેંગી નહીં. આ પોસ્ટર સાથે રિલીઝ તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૭ની ઘોષણા કરવામાં આવી છે.
ગયા ગુરુવારે ફિલ્મસર્જકે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પ્રથમ લુક શેર કર્યા હતા. જેમાં રણબીર એક વિન્ટેજ સ્પોર્ટસ કારમાં ડ્રાઇવરની સીટ પર બેઠેલો જોવા મળ્યો હતો અને તેના હાથ પર ગોળી માર્યાની ઇજા પણ જોવા મળી હતી.
સંજય લીલા ભણશાલીએ પોતાની આ ફિલ્મ લવ એન્ડ વોરની ઘોષણા ૨૦૨૪ના જાન્યુારી મહિનામાં કરી હતી. આ ફિલ્મને ૪૨૫ કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી છે.