Get The App

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ 1 - image


Indian Army Amogh Fury Exercise : પાકિસ્તાન સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર, રાજસ્થાનના થાર રણમાં આવેલા મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સપ્ત શક્તિ કમાન્ડે ‘અમોઘ ફ્યુરી’ નામનો મહાઅભ્યાસ હાથ ધર્યો છે. ભારતીય સેનાએ આ ઈન્ટિગ્રેટેડ ફાયરપાવર એક્સરસાઇઝ કરીને પોતાની યુદ્ધ ક્ષમતા, સંકલન અને ઓપરેશનલ તૈયારીઓનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં સેનાની સજ્જતાનું પરીક્ષણ કરવાનો હતો.

અનેક લશ્કરી હથિયારો સાથે કર્યો યુદ્ધાભ્યાસ

આ અભ્યાસમાં યુદ્ધ ટેન્કો, પાયદળ લડાયક વાહનો, હુમલો હેલિકોપ્ટર, લાંબા અંતરની તોપખાના પ્રણાલીઓ, ડ્રોન અને અન્ય અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓને સામેલ કરાઈ છે. ભારતીય સેનાએ સૈનિકોની ઝડપી તૈનાતી, આક્રમક જમીની કાર્યવાહી અને સંયુક્ત કાર્યવાહી હેઠળ અનેક યુદ્ધાભ્યાસ કર્યો છે. 

આ પણ વાંચો : વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત

નેટવર્ક આધારિત સંચારનો પણ અભ્યાસ કરાયો

અભ્યાસ દરમિયાન નેટવર્ક આધારિત સંચાર, કમાન્ડ અને કંટ્રોલ માળખાં, તેમજ વાસ્તવિક સમયની દેખરેખ અને લક્ષ્ય નિર્ધારણ પ્રણાલીઓનો પણ ઉપયોગ કરાયો છે. આ ક્ષમતાઓના પરીક્ષણથી આધુનિક યુદ્ધક્ષેત્રમાં ઉભરતા જોખમોનો અસરકારક રીતે સામનો કરવાની સેનાની ક્ષમતા વધુ મજબૂત બની છે.

આ પણ વાંચો : ઓમાનની ક્રિકેટ ટીમમાં ગુજરાતીઓનો દબદબો! એક ખેલાડી તો વર્ષો પહેલા હાર્દિક પંડ્યા સાથે રમતો

Tags :