Entertainment

હિરોને કાર આપી તો વામિકા ગબ્બીને સ્કૂટી તો આપો

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: 'ડીસી' ફિલ્મે બોક્સ ઓફિસ પર 103 કરોડની કમાણી કરતા નિર્માતા કલાનિધી મરાને અભિનેતાઓ અરુણ, લોકેશ અને સંગીતકાર અનિરુદ્ધને BMW કાર ભેટ આપી. જોકે, અભિનેત્રીઓ વામિકા ગબ્બી અને સંજના કૃષ્ણમૂર્તિને કોઈ ભેટ ન મળતા તેમના ચાહકો નારાજ થયા. ચાહકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરતા સમાન વ્યવહારની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિરોને કાર આપી તો વામિકા ગબ્બીને સ્કૂટી તો આપો
  • ડીસીના નિર્માતાથી વામિકાના ચાહકો નારાજ
  • ફિલ્મ ડીસીએ 100 કરોડ રૂપિયાની કમાણી કરતાં નિર્માતાએ હિરો અને સંગીતકારને કાર ભેટ આપી
    મુંબઈ : દક્ષિણ ભારતમાં ફિલ્મ હીટ જાય એટલે નિર્માતા ફિલ્મના કળાકારો અને કસબીઓને ભેટ આપતાં હોય છે. તાજેતરમાં 'ડીસી' ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૩ કરોડ રૂપિયાની કમાણી કરતાં ફિલ્મના નિર્માતા કલાનિધી મરાને ફિલ્મના અભિનેતાઓ અરૂણ માથેશ્વરન, લોકેશ અને સંગીતકાર અનિરૂદ્ધને અભિનંદન અને નવી નક્કોર બીએમડબલ્યુ કાર ભેટમાં આપી હતી. નિર્માતાએ જારી કરેલાં વિડિયોમાં ટીમ સ્મિત કરતાં કારમાં બેસી રવાના થતી દર્શાવવામાં આવી છે.
    પણ ફિલ્મની હિરોઇનો વામિકા ગબ્બી અને સંજના કૃષ્ણમૂર્તિને ઠેંગો બતાવવામાં આવતાં હિરોઇનોના ચાહકોએ નિર્માતા સામે સોશિયલ મિડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો. એક ચાહકે જણાવ્યું હતું કે વામિકા માટે તેઓ કમ સે કમ સ્કૂટી તો ખરીદી જ શક્યા હોત. બીજા એક ચાહકે જણાવ્યું હતું કે તમારે બધાંને સમાન ગણવા જોઇએ અને એ રીતે સંજનાને સાયકલ પણ આપવી જોઇએ.
    'ડીસી' ફિલ્મમાં લોકેશેે ગુંડા દેવદાસની, વામિકા ગબ્બીએ રૂપિજીવિની ચન્દ્રાની અને સંજનાએ પાવર્તી તરીકે બાર સિગરની ભૂમિકાઓ ભજવી છે.
    દેવદાસના આ તમિલ વર્ઝનમાં દાસ અને ચન્દ્રા ભ્રષ્ટ પોલીસ સામે મેદાને પડે છે.