Entertainment

રિભૂદાસગુપ્તાની થ્રીલર ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં

By GS Team
12 Sep 20261 min read
TukuTouch Logo
રિભૂ દાસગુપ્તા નિર્દેશિત નવી થ્રીલર ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિને લંડનમાં શરૂ થશે. અગાઉ 'તીન' અને 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' જેવી થ્રીલર ફિલ્મો બનાવનાર રિભૂ દાસગુપ્તા ફરી એકવાર દર્શકો માટે એક રોમાંચક ફિલ્મ લઈને આવી રહ્યા છે. જ્હોન અબ્રાહમની ભૂમિકા પણ રસપ્રદ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રિભૂદાસગુપ્તાની થ્રીલર ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં
  • આ મહિને લંડનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે
  • રિભૂ દાસગુપ્તાએ તીન અને ધ ગર્લ ઓન ટ્રેન નામની થ્રીલર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે
    મુંબઈ : રિભૂ દાસગુપ્તા નિર્દેશિત આગામી થ્રીલરમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી લંડનમાં શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
    જ્હોન અબ્રાહમ હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ 'મારિયા આઇપીએસ'માં મુંબઇના ભૂતપૂર્વ કમિશનર રાકેશ મારિયાની ભૂમિકા ભજવી રહ્યો છે. રાકેશ મારિયાની જુવાનીના વર્ષો દર્શાવવા માટે અબ્રાહમે વજન વધાર્યું હતું અને પછીના વર્ષોની ભૂમિકા ભજવવા માટે વજન ઉતારી પણ કાઢ્યું હતું.
    રિભૂ દાસગુપ્તાની ફિલ્મમાં પણ જ્હોન અબ્રાહમની ભૂમિકા રસપ્રદ છે. રિભૂએ અગાઉ 'તીન' અને 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' નામની થ્રીલર ફિલ્મો બનાવેલી છે.
    જ્હોન અબ્રાહમ અને રિભૂ દાસગુપ્તા સાથે કામ કરી એક નવી જ ફિલ્મ રજૂ કરશે.