Entertainment
જયા બચ્ચન સાથે સરખામણી તો વખાણ ગણાયઃ તાપસી પન્નુ
By GS Team
11 Sep 20261 min read
તાપસી પન્નુએ કેમેરામેન સાથેના રુક્ષ વ્યવહાર અંગે સ્પષ્ટતા કરી છે. મુંબઈમાં તાપસીએ કહ્યું કે, લોકો મને જયા બચ્ચનનું લાઈટ વર્ઝન કહે છે, તે મારી પ્રશંસા છે. હું હંમેશા સકારાત્મકતા જોઉં છું. મારી સાથેના વર્તનથી તેમને સોશિયલ મીડિયા પર ફાયદો થાય છે. મારા માતા-પિતા સિવાય કોઈ મારા નામની બૂમો પાડે તે મને પસંદ નથી.
Summarized by AI; it may make mistakes. Check important info

- રુક્ષ વ્યવહાર માટે જયા સાથે સરખાવાતાં નિવેદન
- હું કેમેરા પર્સન્સ સામે ગુસ્સે થાઉં તો તેમાં તેમને જ સોશિયલ મીડિયા પર ફાયદો થાય છે
મુંબઈ : કેમેરામેન્સ સાથે તેના રુક્ષ વર્તનને કારણે પોતાને જયા બચ્ચનનાં લાઈટ વર્ઝન તરીકે ઓળખાવવામાં આવે છે તે બાબતે પ્રતિભાવ આપતાં તાપસી પન્નુએ જણાવ્યું હતું કે આ તો મારી પ્રશંસા ગણાય. હું હમેશા માત્ર સારી બાબત જોઉં છું. તે એક સારી એક્ટર અને ખૂબ મજબૂત મહિલા છે. મને તેમની સાથે સરખાવી લોકો તેમની ઉદારતા દાખવી રહ્યા છે. તાપસીએ તેના કેમેરામેન્સ સાથેેના તેના અનુભવ બાબતે નિખાલસતાથી વાતો કરતાં જણાવ્યું હતું કે મારી સાચાં ખોટાની સ્પષ્ટ સેન્સને કારણે હું તેમને ગમતી નથી. મારી થોડાં વધારે નમ્ર બનવું જોઇએ પણ તેઓ મારાં નામની બૂમો પાડે છે તે મને ગમતું નથી. મારા માતાપિતા સિવાય કોઇ મારા નામની બૂમ પાડી મને બોલાવતું નથી. તમે મારી નજીક ઉભાં હો તો તમારે તાપસી તાપસી એમ બૂમો શા માટે પાડવી જોઇએ?
તાપસીએ પોતે રોષે ભરાય તે ફોટોગ્રાફર્સ અને તેના માટે કેવી રીતે લાભકારક છે તે સમજાવતાં તાપસીએ હસીને જણાવ્યું હતું કે ક્લિકબેઇટ તરીકે મારી આવી તસવીરો તેમના પેજીસને ચલાવવામાં ઉપયોગી બને છે. હું તેમને વ્યુ મેળવવામાં સહાય કરું છું. મને આનંદ છે કે મારે કારણે તેમના જીવન પર કોઇ અસર થાય છે.