Get The App

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ 1 - image


Middle East War Impact on Fertilizers: મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ખાતરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત એક જ ટેન્ડરમાં રૅકોર્ડ 25 લાખ મેટ્રિક ટન યુરિયા આયાત કરવા જઈ રહ્યું છે. જોકે, ચિંતાની વાત એ છે કે માત્ર બે મહિનાના ગાળામાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુરિયાની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે.

બે મહિનામાં કિંમતો બમણી થઈ

અહેવાલો અનુસાર, ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL)એ આ ખરીદી માટેની ડીલ ફાઇનલ કરી છે. અગાઉના ટેન્ડરમાં પશ્ચિમ કિનારા માટે યુરિયા અંદાજે 508 ડૉલર પ્રતિ ટન હતું, જે હવે વધીને 935 ડૉલર પ્રતિ ટન થઈ ગયું છે. તેવી જ રીતે, પૂર્વ કિનારા માટે જે ભાવ 512 ડૉલર હતો, તે હવે 959 ડૉલર પ્રતિ ટન પર પહોંચી ગયો છે. આમ, વૈશ્વિક તંગદિલીને કારણે ભારતે લગભગ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?

સબસિડીનો બોજ વધવાની સંભાવના

ભારત વિશ્વનો સૌથી મોટો યુરિયા આયાતકાર દેશ છે. વર્ષ 2025માં ભારતને અંદાજે 1 કરોડ ટન યુરિયાની જરૂરિયાત રહેવાની છે, જેની સામે આ 25 લાખ ટનનો જથ્થો કુલ જરૂરિયાતનો ચોથો ભાગ પૂર્ણ કરશે. જોકે, આયાત મોંઘી થવાથી ભારત સરકાર પર સબસિડીનો બોજ અસહ્ય બનશે. સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર પૂરું પાડવા માટે કંપનીઓને સબસિડી આપે છે, જેનો ખર્ચ હવે આસમાને પહોંચશે.

વૈશ્વિક બજારમાં અછતનું જોખમ

નિષ્ણાતોના મતે, ભારત દ્વારા કરવામાં આવેલી આટલી મોટી ખરીદીને કારણે વૈશ્વિક બજારમાં અન્ય દેશો માટે યુરિયાની અછત સર્જાઈ શકે છે. સપ્લાયર્સ પાસે મર્યાદિત સ્ટોક હોવાથી અને મોટાભાગનો જથ્થો ભારત તરફ આવવાનો હોવાથી આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.