Get The App

ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયોની નોકરીઓ જોખમમાં? 1 - image

Trump Truth Social controversial letter: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની બર્થરાઈટ સિટિઝનશિપ (જન્મના આધારે નાગરિકતા) ની નીતિની આકરી ટીકા કરતા ભારત અને ચીન માટે 'હેલહોલ' જેવા શબ્દો વાપર્યા છે.


ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને બોલાવે છે

ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે કે, "અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ 'નરક' (Hellhole) માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે." ટ્રમ્પનો દાવો છે કે આ નીતિનો દુરુપયોગ કરીને વિદેશીઓ અમેરિકામાં પોતાના આખા પરિવારને વસાવી રહ્યા છે.

કેલિફોર્નિયાના ટેક સેક્ટર પર નિશાન

ટ્રમ્પે માત્ર નાગરિકતા જ નહીં, પરંતુ રોજગારીના મુદ્દે પણ ભારત અને ચીન પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે, કેલિફોર્નિયાના ટેક સેક્ટરમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ છે, જેના કારણે અન્ય લોકો માટે તકો મર્યાદિત બની રહી છે. જોકે, તેમણે આ દાવા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

આ પણ વાંચો : બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ

બર્થરાઈટ સિટિઝનશિપ પર રાષ્ટ્રીય મતદાનની માંગ

ટ્રમ્પનું માનવું છે કે, જન્મના આધારે નાગરિકતા આપવાનો મુદ્દો અદાલતો કે વકીલોએ નક્કી ન કરવો જોઈએ, પરંતુ તેના પર રાષ્ટ્રીય સ્તરે મતદાન (મેમોરેન્ડમ) થવું જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પોલનો હવાલો આપીને દાવો કર્યો હતો કે બહુમતી લોકો આ નીતિને મર્યાદિત કરવાના પક્ષમાં છે.

સરકારી સેવાઓના દુરુપયોગનો આરોપ

પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાની આરોગ્ય સેવાઓ અને અન્ય સરકારી સુવિધાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. ટેક્સપેયર્સના પૈસાથી બિનદસ્તાવેજી લોકોને સારવાર આપવામાં આવે છે તેવો દાવો કરીને ટ્રમ્પે કલ્યાણકારી યોજનાઓમાં છેતરપિંડી થતી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

ACLU ને ગણાવી ગુનેગાર સંસ્થા

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) પર પ્રહાર કરતા ટ્રમ્પે તેને ગુનેગાર સંસ્થા ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સંસ્થા અમેરિકન નાગરિકોના ભોગે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફાયદો પહોંચાડતી નીતિઓનું સમર્થન કરે છે. તેમણે ACLU વિરુદ્ધ RICO (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરોધી કાયદો) હેઠળ કાર્યવાહી કરવાની પણ સલાહ આપી છે.