India

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત

By GS Team
15 May 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર રિલ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોય, તેમ ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત થયો છે. કૌશાંબી જિલ્લામાં બાઈક પર રિલ બનાવવાના ચક્કરમાં ચાર યુવકોના મોત થયા હોવાની દર્દનાક ઘટના બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત

Uttar Pradesh Road Accident : સોશિયલ મીડિયા પર રિલ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોય, તેમ ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત થયો છે. કૌશાંબી જિલ્લામાં બાઈક પર રિલ બનાવવાના ચક્કરમાં ચાર યુવકોના મોત થયા હોવાની દર્દનાક ઘટના બની છે.

બાઈક ટ્રેક્ટર સાથે અથડાઈ, સ્થળ પર જ 4ના મોત

રિપોર્ટ મુજબ, કરારી જિલ્લાનાં દરિયાપુર ચાર રસ્તા પાસે મોડી સાંજે એક જ બાઈક પર પાંચ યુવકો જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની બાઈક  ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, જેમાં ચારના મોત અને એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે.

બાઈક પર સવાર એક યુવકે અકસ્માતના અડધો કલાક પહેલા ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક જ બાઈક પર પાંચ યુવકો દેખાઈ રહ્યા છે અને તેમાંથી એક યુવક રિલ બનાવતો પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી

એક જ બાઈક પર પાંચ લોકો સવાર

અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, રાહુલ, આકાશ, અમન અને વિકાસ સહિત પાંચ લોકો એક જ બાઈક પર દરિયાપુર તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની બાઈકની ટ્રેક્ટર સાથે જોરદાર ટક્કર થઈ હતી. ઘટનામાં ચાર યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થયા છે, ત્યારે એક યુવક ગંભીર છે.

ટ્રેક્ટર-ટ્રોલી પણ પલટી ગઈ

બાઈકની સ્પીડ એટલી બધી હતી કે, ટક્કરના કારણે ટ્રેક્ટર-ટ્રોલી પણ પલટી ગઈ હતી. ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો છે. એસપી સત્યનારાયણ પ્રજાપતે ઘટનાની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. જો ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારીની બેદરકારી હોવાનું સામે આવશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ અપાયો છે.

આ પણ વાંચો : ઈંધણ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પૂલિંગનો નિર્દેશ