કિ એન્ડ કા ટુ ફિલ્મમાં કિઆરા અડવાણીની કિ તરીકે એન્ટ્રી પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : પહેલી એપ્રિલ ૨૦૧૬માં રજૂ થયેલી આર. બાલ્કિની ફિલ્મ કિ એન્ડ કાની સિક્વલ આવી રહી છે જેમાં કિની ભૂમિકા માટે કિઆરા અડવાણીની પસંદગી થઇ ચૂકી છે જ્યારે હીરોની શોધ ચાલુ છે.
આ સ્પિરિચ્યુઅલ સિક્વલ છે એટલે કે તેની પહેલી ફિલ્મની કથા સાથે સીધો કોઇ સંબંધ નહીંં હોય.
કિ એન્ડ કામાં કરિના કપૂરે કિની ભૂમિકા ભજવી હતી જે કોર્પોરેટ કારકિર્દી ધરાવે છે જ્યારે તેનો પતિ અર્જુન કપૂર ઘર સંભાળે છે. આર. બાલ્કિ દ્વારા નિર્દેશિત અને નિર્મિત આ ફિલ્મે સાવ અલગ પ્રકારની સ્ટોરી હોવા છતાં બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
હાલ કિ એન્ડ કા ટુ પ્રિ-પ્રોડકશન તબક્કે છે.
કિઆરા અડવાણીની તાજેતરમાં આવેલી ફિલ્મો વોર ટુ અને ટોક્સિકમાં તેનું કામ વખણાયું છે. તેણે ઓટીટી પર આવેલી ગોવિંદા નામ મેરામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.




