ઓસ્કર દ્વારા દીપિકાનાં પાત્ર નૈનાને લગતી પોસ્ટથી ચાહકો ખુશ થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ: ઓસ્કર એવોર્ડ આપતી એકેડમી ઓફ મોશન પિકચર આર્ટ એન્ડ સાયન્સનાં સત્તાવાર ઈન્સ્ટા હેન્ડલ દ્વારા 'યહ જવાની હૈ દિવાની'ના દીપિકા પાદુકોણેના પ્રિય પાત્ર નૈના તલવારનની પોસ્ટ કરવામાં આવતાં દીપિકાના ચાહકો ખુશ થઈ ગયા છે.
આ પોસ્ટ્માં ૨૦૧૩ની આ ફિલ્મના એક યાદગાર દ્રશ્યને શેર કરાયું છે. આ ક્લિપમાં દીપિકા અને રણબીરના પાત્ર નૈના અને બન્ની ઉદયપુરમાં સૂર્યાસ્ત માણતા નજરે પડે છે.
દ્રશ્યમાં બન્ની તેમના વ્યસ્ત સમયપત્રકને અનુસરવા મક્કમ જણાય છે જ્યારે નૈના તેને વિરામ લેવાનો અને પળની કદર કરવાની વિનંતી કરે છે. મહત્વાકાંક્ષા સાથે વર્તમાનમાં જીવવાનો તેનો સંદેશ હજી પણ દર્શકોને સુસંગત લાગે છે. ચાહકોએ આ પોસ્ટનો ઉષ્માભર્યો પ્રતિસાદ આપીને ફિલ્મને યાદગાર ગણાવીને જણાવ્યું કે તેને જોઈને પોતીકાપણાનો અહેસાસ થાય છે.અયાન મુખર્જી દિગ્દર્શિત 'યહ જવાની હૈ દિવાની'માં ચાર મિત્રોની વાર્તા છે જેમના જીવન અને સંબંધો હિમાલયન ટ્રિપથી ઉદયપુરના લગ્ન પ્રસંગ સુધી બદલાતા રહે છે. એક આખી જનરેશનની આ હોટ ફેવરિટ મૂવી ગણાય છે અને લોકો આજે પણ તેનાં ગીતો ગણગણતા રહે છે.




