Baroda

લગ્નનું વચન આપી યુવતીનું શારીરિક શોષણ કર્યું

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
ગોરવાના નૂર હસન પઠાણે બ્યુટી પાર્લરવાળી યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યું. બે વર્ષ બાદ ફરી સંપર્ક કરી બીજી પત્ની બનાવવાનું કહી, સંબંધ બાંધ્યો અને 6 લાખ રૂપિયા પડાવ્યા. બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરતા યુવતીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે નૂરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નનું વચન આપી યુવતીનું શારીરિક શોષણ કર્યું

લગ્નનું વચન આપી યુવતીનું શારીરિક શોષણ કરી રૃપિયા પડાવી લેનાર સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
બ્યુટિ પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલાએ જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગોરવામાં રહેતા નૂર હસનભાઇ પઠાણ સાથે મારે અગાઉ પ્રેમસંબંધ હતો. તેણે લગ્ન કરવાનું વચન આપી મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ, તેણે મને તરછોડીને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. બે વર્ષ પછી તેણે ફરીથી મારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, હું તને બીજી પત્ની તરીકે રાખીશ. તેણે મને લાલચ આપી ફરીથી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેણે મારી પાસેથી છ લાખ રૃપિયા પણ લીધા હતા અને ત્યારબાદ લગ્ન નહીં કરી ફરી ગયો હતો. જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી નૂરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.