અમેરિકાનો ફરી ઈરાન પર હુમલો ઈરાને કહ્યું : ફળ ભોગવવા પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એક મહિના પછી ફરી યુધ્ધ ભડક્યું
- અમેરિકી સેનાએ લારક દ્વિપ ઉપર પ્રચંડ હુમલો કરી લારક દ્વિપ સ્થિતિ રોકેટ લોન્ચર્સ તોડયાં : અનેકનાં મોત
નવી દિલ્હી : અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુધ્ધ ભભુકી ઊઠયું છે. રવિવારે અમેરિકી સેનાએ ઈરાનના લારક-દ્વિપને નિશાન બનાવી ત્યાં રહેલા બે રોકેટ લોન્ચર્સ તોડી નાંખ્યા છે.
થોડા દિવસો પૂર્વે જ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન સાથે યુધ્ધ બંધ નથી થયું. તે સાથે તેઓએ વધુ હુમલાની પણ ચેતવણી આપી હતી. તે પછીનો આ પહેલો હુમલો છે.
અમેરિકાએ કહ્યું હતું કે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના સૈનિકો હોર્મુઝ સ્ટ્રેઇટસમાં સુરંગો પાથરવા માગતા હતા. તેથી આ કાર્યવાહી કરવી પડી છે. તો બીજી તરફ ઈરાને વળતા હુમલાની કઠોર ચેતવણી આપી છે.
અમેરિકી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઈરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ હોર્મુઝની સમુદ્ર ધૂનીમાં સુરંગો પાથરતા જોવા મળ્યા હતા. તેમજ લારકા દ્વિપ ઉપરના રોકેટ લોન્ચર્સમાં રોકેટ ગોઠવતા જોવા મળ્યા હતા. તેથી આ હુમલો કરવામાં આવ્યો છે.
સહજ છે કે ઈરાન વળતા હુમલા કરશે જ.
આ સંયોગોમાં એક મહિનાથી ૩૦મી જુલાઇથી બંધ થયેલું આ યુધ્ધ ફરી ભડકી ઊઠશે. ફરી તેલ પર તરતું મધ્ય પૂર્વ સળગી ઉઠશે. ઈરાને યુએઇ ઉપર મિસાઇલ હુમલા શરૂ કરી દીધા છે.




