India

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી

By GS Team
15 May 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાયા બાદ હજુ પણ ધાક-ધમકી અને હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. રિપોર્ટ મુજબ, મેદિનીપુર જિલ્લાના પાંશકુડા વિસ્તારમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ખાસ ભાજપ નેતા પ્રોસેનજીત મંડલ પર હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી

West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાયા બાદ હજુ પણ ધાક-ધમકી અને હુમલાની ઘટનાઓ સતત બની રહી છે. રિપોર્ટ મુજબ, મેદિનીપુર જિલ્લાના પાંશકુડા વિસ્તારમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ખાસ ભાજપ નેતા પ્રોસેનજીત મંડલ પર હુમલો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. 

બંદૂક દેખાડી જાનથી મારવાની ધમકી આપી : ભાજપ નેતા

ભાજપ નેતા પ્રોસેનજીત મંડલે આક્ષેપ કર્યો છે કે, તેઓ દક્ષિણ ચચિયારા રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકોએ તેમને અટકાવીને ઘેરી લીધા હતા, પછી બંદૂકનો કૂંદો માર્યા બાદ દંડા વડે ધોલાઈ કરી હતી. એટલું જ નહીં હુમલાખોરોએ તેમને બંદૂક દેખાડીને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જોકે તેઓ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.

આ પણ વાંચો : ઈંધણ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પૂલિંગનો નિર્દેશ

...તો ચંદ્રનાથ રથ જેવી હાલત કરી નાખીશું

ભાજપ નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અનેક લોકોના નામ આપ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, આરોપીઓ તૃમણૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. હુમલાખોરોએ ભાજપ નેતાને ધમકી આપી હતી કે, જો રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તાજેતરમાં હુમલામાં માર્યા ગયેલા મુખ્યમંત્રીના ખાનગી સચિવ ચંદ્રનાથ રથ જેવી તારી હાલત કરી નાખીશું.