સોનાની તસ્કરી સામે DRIની કાર્યવાહી: કોલકાતા, મુંબઈ, કેરળના ઍરપૉર્ટ પરથી કુલ રૂ.65 કરોડની કિંમતનું 42 કિલો સોનું જપ્ત, 25ની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

DRI Gold Smuggling Crackdown India: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સંગઠિત સોનાની તસ્કરી સામે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં દેશભરમાં ગુપ્ત માહિતીના આધારે DRIએ શ્રેણીબદ્ધ ઓપરેશન્સ હાથ ધરીને કુલ રૂ.65 કરોડથી વધુની કિંમતનું 42 કિલોગ્રામથી વધુ વિદેશી મૂળનું સોનું અને લગભગ 10 કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે DRIએ 5 વિદેશી નાગરિકો સહિત 25 વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોનાની તસ્કરી સામે DRIની કાર્યવાહી
આ ઓપરેશન્સથી વિવિધ અને અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે. જેમાં ખાસ બનાવવામાં આવેલા વાહનોના ખાંચામાં સોના-ચાંદી છુપાવવું, શરીરમાં છુપાવવું, ટ્રાન્ઝિટ મુસાફરો અને ઍરપૉર્ટ કર્મચારીઓનો ઉપયોગ કરવો અને જમીની તથા દરિયાકાંઠાના માર્ગો દ્વારા તસ્કરી કરવાનો સમાવેશ થાય છે.
મુંબઈ ઍરપૉર્ટ પર મોટું ઓપરેશન
ગત 28/29 ઑગસ્ટ 2026ના રોજ DRIએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે વિદેશી મૂળના સોનાની તસ્કરીમાં સામેલ એક સુસંગઠિત સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સિન્ડિકેટમાં દુબઈ, બેંગકોક અને માલે સહિતના સ્થળોએથી મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરતા વિદેશી નાગરિકો, તેમજ મુંબઈ ખાતે તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવામાં મદદ કરનાર ઍરપૉર્ટ સ્ટાફનો એક સભ્ય સામેલ હતો. જેમાં મીણના સ્વરૂપમાં 6.85 કિલોગ્રામ 24-કેરેટ સોનાની ધૂળ ધરાવતી કુલ 16 કેપ્સ્યુલ રિકવર કરીને જપ્ત કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુંબઈ થઈને ટ્રાન્ઝિટ કરી રહેલા પાંચ વિદેશી નાગરિકો અને એક ઍરપૉર્ટ સ્ટાફ સભ્યનો સમાવેશ થાય છે. સંગઠિત નેટવર્ક્સ તસ્કરી કરાયેલા સોનાને ગુપ્ત રીતે બહાર કાઢવા માટે ટ્રાન્ઝિટ રૂટ્સ અને ઍરપૉર્ટ કર્મચારીઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા હોવાનું છતું થયું છે.
કોલકાતા/પશ્ચિમ બંગાળમાં મોટી જપ્તી
ગત 29 ઑગસ્ટના રોજ કોલકાતાના NSCBI ઍરપૉર્ટ ખાતે ગુપ્ત માહિતીના આધારે કરાયેલા બે અલગ-અલગ ઓપરેશન્સમાં આરોપી સોનાની તસ્કરી કરતાં સિન્ડિકેટનો ભાગ હોવાની શંકાના આધારે DRIના અધિકારીઓએ અનુક્રમે બેંગકોક અને દુબઈથી મુસાફરી કરી રહેલા બે મુસાફરોને અટકાવ્યા હતા. જેમાં દુબઈથી આવતા બે મુસાફરો વાળા એક કેસમાં, બે મુસાફરોના અન્ડરગાર્મેન્ટ્સ અને જીન્સમાં સોનું ધરાવતી અર્ધ-પ્રવાહી પેસ્ટ છુપાયેલી મળી આવ્યા બાદ 4.87 કિગ્રા સોનું રિકવર કરવામાં આવ્યું હતું. આ સામગ્રીને ઓગાળીને બાર (પાટ) સ્વરૂપે મેળવેલ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ્સ ઍક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય એક કેસમાં બેંગકોકથી આવતી ફ્લાઇટમાં એક મુસાફર પાસેથી 11 કાચી ચેઇનના સ્વરૂપમાં 3.36 કિગ્રા વિદેશી મૂળનું સોનું રિકવર કરવામાં આવ્યું હતું, જે તેને ગ્રીન ચેનલ ક્રોસ કરવા માટે બીજા મુસાફર દ્વારા આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.
તે જ દિવસે, અન્ય એક કેસમાં DRIએ 15.61 કિલોગ્રામ વજનના વિદેશી મૂળના સોનાના 125 બાર (પાટ) જપ્ત કર્યા હતા. નડિયાદ જિલ્લાના બાાનપુર ગામમાં એક મહિલાના રહેણાંક પરિસરમાં સરપ્રાઇઝ સર્ચ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ના જવાનો દ્વારા BOP ટુંગી ખાતેથી તે રિકવર કરવામાં આવ્યું હતું. DRI દ્વારા તપાસ દરમિયાન મહિલાએ ઘરના પુરુષો સાથે કથિત તસ્કરીની પ્રવૃત્તિમાં પોતાની સંડોવણી કબૂલી હતી. કસ્ટમ્સ ઍક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
કેરળમાં DRIએ સોનાની તસ્કરી કરતાં શખસોને ઝડપી પાડ્યા
29 ઑગસ્ટના રોજ કેરળમાં બે અલગ-અલગ ઓપરેશન્સમાં DRI કોચીન ઝોનલ યુનિટ અને તેના કાલીકટ રિઝનલ યુનિટે અનુક્રમે રાસ અલ ખૈમાહ અને જેદ્દાહથી આવતા મુસાફરોને અટકાવ્યા હતા. કોચીન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર રાસ અલ ખૈમાહથી આવતા એક મુસાફરના શરીર પર છુપાવેલી કમ્પાઉન્ડ સ્વરૂપમાં સોનાની બે પેકેટમાંથી 1.78 કિલોગ્રામ સોનું કાઢવામાં આવ્યું હતું. મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.
કાલીકટ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર DRI અધિકારીઓએ એર ઇન્ટેલિજન્સ યુનિટ સાથે મળીને જેદ્દાહથી આવતા એક મુસાફર દ્વારા લાવવામાં આવેલી ઇસ્ત્રીના ભારે એલોય ભાગની અંદર ખાસ બનાવેલા ખાંચામાં છુપાવેલું 24-કેરેટ વિદેશી મૂળનું 549 ગ્રામ સોનું શોધી કાઢ્યું હતું. કસ્ટમ્સ ઍક્ટ, 1962 હેઠળ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું અને મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.
સપ્તાહના પ્રારંભમાં 26–27 ઑગસ્ટના રોજ, DRIએ BSFના, સહયોગથી ભારત-બાંગ્લાદેશ સરહદ પર વિદેશી મૂળના સોનાની કેટલીક નોંધપાત્ર જપ્તી પણ કરી હતી. DRI યુનિટના અધિકારીઓએ બે અલગ-અલગ ઓપરેશન્સમાં 935 ગ્રામ અને 1.74 કિલોગ્રામ વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું હતું, જેના પરિણામે દરેક કેસમાં એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
કોલકાતામાં અન્ય એક ઓપરેશનમાં થાઇલૅન્ડથી તસ્કરી કરીને લાવવામાં આવ્યું હોવાનું કહેવાતું પેસ્ટ સ્વરૂપમાં 1.48 કિગ્રા વિદેશી મૂળનું (FO) સોનું DRIના અધિકારીઓ દ્વારા ચાર વ્યક્તિઓ પાસેથી રિકવર કરવામાં આવ્યું હતું. જેઓ સ્થાનિક રોડ ટ્રિપ દરમિયાન તેમના મળાશય/શરીરમાં છુપાવેલી 5 કેપ્સ્યુલમાં સ્મગલ કરેલું FO સોનું પેસ્ટ સ્વરૂપમાં લઈ જતાં મળી આવ્યા હતા. ચારેય વ્યક્તિઓ અને તેમના હેન્ડલરની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કરુણાંતિકા! આઇસર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે યુવકોના મોત
ગુવાહાટીમાં DRIએ ત્રિપુરા સેક્ટરમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી તસ્કરી કરીને લાવવામાં આવેલી વિદેશી મૂળની 3.84 કિગ્રા સોનાની પાટ (bars) જપ્ત કરી હતી અને એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. વધુમાં, રામનાથપુરમ, તમિલનાડુમાં DRIએ શ્રીલંકાથી દરિયાકાંઠાના માર્ગે તસ્કરી કરીને લાવવામાં આવેલું 1.360 કિગ્રા વિદેશી મૂળનું સોનું અને 9.99 કિલોગ્રામ વિદેશી મૂળની ચાંદી જપ્ત કરી હતી અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.




