Entertainment

Explainer: 500 કરોડની ‘ટોક્સિક’ને પછાડી નીમ કરોલી બાબાની ફિલ્મનો ધમાકો, જાણો દર્શકોને શું પસંદ પડ્યું

By GS Team
1 Sep 20266 mins read
TukuTouch Logo
₹2 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 20મી સદીના મહાન સંત નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મે અત્યાર સુધીમાં ₹45 કરોડથી વધુની કમાણી કરી છે. વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ‘માઉથ પબ્લિસિટી’થી અદભુત સફળતા મેળવી, જેમાં બાબાના ચમત્કારો અને ધાબળા પાછળનું રહસ્ય દર્શાવાયું છે. ભોપાલમાં બાબાના અસ્થિ 53 વર્ષથી સચવાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: 500 કરોડની ‘ટોક્સિક’ને પછાડી નીમ કરોલી બાબાની ફિલ્મનો ધમાકો, જાણો દર્શકોને શું પસંદ પડ્યું
AI તસવીર

The divine saga of Neem Karoli Baba: આજના સમયમાં મોટા ભાગની ફિલ્મો કરોડોના બજેટ અને મોટા સ્ટાર્સને લઈને બનાવાય છે, ત્યારે માત્ર ₹2 કરોડના ખર્ચે બનેલી અને ચૂપચાપ રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકો બોલાવે તો સૌનું ધ્યાન એના તરફ ખેંચાવું સ્વાભાવિક છે. આવું પરાક્રમ કરી દેખાડ્યું છે ફિલ્મ ‘હનુમાન અંશ’એ.

20મી સદીના મહાન સંત અને ભગવાન હનુમાનના અવતાર મનાતા નીમ કરોલી બાબા (મહારાજ-જી) ના જીવન પર આધારિત આ ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. મોટા સ્ટાર્સ વિનાની આ ફિલ્મ માત્ર થિયેટરો જ નથી ભરી રહી, પણ દર્શકોના મનમાં આસ્થાનો દીપ પણ પ્રગટાવી રહી છે. આવો જાણીએ કે આ ફિલ્મમાં એવું તો શું છે જેને લીધે એ અભૂતપૂર્વ સફળતા પામી, સાથે જ બાબાના રહસ્યમય જીવન, ભોપાલમાં સચવાયેલા તેમના અસ્થિઓ અને પ્રખ્યાત ધાબળા પાછળ છુપાયેલા રસપ્રદ રહસ્યો વિશે.

image.png
ફોટો સોર્સ: વિકિપીડિયા

નાની ફિલ્મે કેવી રીતે મેળવી મોટી સફળતા?

વિશાલ ચતુર્વેદી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘હનુમાન અંશ’ ખૂબ જ નાના પાયે રિલીઝ કરાઈ હતી. ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર્સ નથી, બાબાની મુખ્ય ભૂમિકામાં શોભિતનવ સત્ય છે. ₹2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર ₹10 લાખની કમાણી કરી હતી અને શરૂઆતના 2 અઠવાડિયા સુધી તે ફ્લોપ સાબિત થઈ હતી. જો કે, ત્રીજા અઠવાડિયાથી 'માઉથ પબ્લિસિટી' (લોકો દ્વારા થતા વખાણ) ના કારણે ફિલ્મ અચાનક ઉપડી ગઈ. ફિલ્મના શો જે શરૂઆતમાં બહુ ઓછા હતા, તે વધારવા પડ્યા. BookMyShow ના આંકડા મુજબ, આ ફિલ્મે સુપરસ્ટાર યશની ₹500 કરોડના બજેટવાળી ‘ટોક્સિક’ને પણ બુકિંગમાં પાછળ છોડી દીધી છે. ઉત્તર ભારતના અનેક શહેરોમાં આ ફિલ્મ હાઉસફુલના પાટિયાં ઝુલાવી રહી છે અને દર્શકોને ટિકિટ નથી મળી રહી. અત્યાર સુધીમાં ફિલ્મે ભારતમાં ₹45 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. દર્શકોના આ અપરંપાર પ્રેમને દિગ્દર્શકે બાબાના આશીર્વાદ ગણાવ્યા છે.

બાબાનું પ્રારંભિક જીવન અને સંત બનવાની સફર

ફિલ્મની વાર્તા વર્ષ 1964માં શરૂ થાય છે, જ્યાં ભોંસલે નામનો એક વૃદ્ધ સ્વતંત્રતા સેનાની પોતાના પૌત્રને 1942ની ભારત છોડો ચળવળની વાત કહે છે. તે જણાવે છે કે કઈ રીતે મહારાજ-જીએ અંગ્રેજોથી તેનો જીવ બચાવ્યો હતો, અને એ ઘટના પછી ભગવાનમાં ન માનતા ભોંસલેનું આખું જીવન બદલાઈ ગયું હતું.
ત્યારબાદ વાર્તા બાબાના બાળપણમાં જાય છે. તેમનું સાચું નામ લક્ષ્મી નારાયણ (અથવા લક્ષ્મણ દાસ) હતું. માત્ર 13 વર્ષની ઉંમરે તેમનાં માતાનું અવસાન થયું. માતાના વિરહમાં તેમણે ઘર છોડી દીધું, એવું માનીને કે ભગવાનની પ્રાપ્તિ દ્વારા જ તે પોતાનાં માતાને ફરી મળી શકશે. તેમણે જંગલો, નદીઓ અને સ્મશાનમાં ભટકીને કઠોર તપસ્યા કરી. સીતા-રામના જાપ અને હનુમાનજીની ભક્તિમાં લીન રહ્યા. અંતે તેમને જ્ઞાન લાધ્યું કે ભગવાન દુનિયા છોડવામાં નહીં, પણ માનવતાની સેવામાં રહેલા છે.

image.png

ટ્રેનનો પ્રખ્યાત ચમત્કાર અને 'નીમ કરોલી' નામકરણ

ફિલ્મનો સૌથી લોકપ્રિય પ્રસંગ ટ્રેનનો ચમત્કાર છે. શરૂઆતના દિવસોમાં બાબા ટિકિટ વિના એક બ્રિટિશ ટ્રેનમાં ચઢ્યા હતા. ફ્રાન્સિસ નામના એક અંગ્રેજ અધિકારીએ તેમને બળજબરીથી ટ્રેનમાંથી નીચે ઉતારી દીધા. બાબા નીચે ઉતરીને એક ઝાડ નીચે બેસી ગયા. ત્યારબાદ ટ્રેન આગળ વધવાને બદલે જ્યાં હતી ત્યાં જ થંભી ગઈ! બ્રિટિશ એન્જિનિયરોએ ખૂબ પ્રયાસ કર્યો છતાં ટ્રેન એક ઇંચ પણ આગળ ન વધી.
અંતે રેલવે અધિકારીઓએ આવીને બાબાની માફી માગી. બાબાએ હસતા હસતા પોતાના ખિસ્સામાંથી ફર્સ્ટ ક્લાસની 4 ટિકિટ કાઢી અને બે શરતો મૂકી હતી.

  1. ભવિષ્યમાં કોઈ ભારતીય સંતનું અપમાન ન થવું જોઈએ.
  2. આ જગ્યાએ એક રેલવે સ્ટેશન બનવું જોઈએ.
    આ શરતો મંજૂર કરાતાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ. આજે તે જગ્યા ‘નીમ કરોલી સ્ટેશન’ તરીકે ઓળખાય છે, અને ત્યાંથી જ બાબાને 'નીમ કરોલી બાબા' નામ મળ્યું.

બાબાના ધાબળા પાછળનું રહસ્ય શું હતું?

  • મોટા ભાગની તસવીરોમાં નીમ કરોલી બાબા હંમેશા કથ્થાઈ રંગના ધાબળામાં જોવા મળે છે. તેમના ભક્ત દાદા મુખર્જીના જણાવ્યા અનુસાર શિયાળો હોય, ઉનાળો હોય કે વરસાદ હોય, બાબા આ ધાબળો ક્યારેય પોતાનાથી દૂર નહોતા કરતા. તેમાંથી હંમેશા નવજાત બાળકના શરીરની સુગંધ આવતી હતી. ક્યારેક તે ખૂબ ભારે તો ક્યારેક સાવ હળવો લાગતો હતો.
  • બાબાનો ધાબળો સરળતા, અનાસક્તિ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક પણ હતો. એક દિવસ એક ભક્ત બાબાનો એ ધાબળો વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બાબાએ કહ્યું હતું, ‘એ જેમ છે તેમ જ રહેવા દો. કોઈએ ક્યારેય કોઈને કોઈ બંધનમાં બાંધવું જોઈએ નહીં.’ આમ કહેવા પાછળ બાબાનો હેતુ બાહ્ય દેખાવ કરતાં મન અને આધ્યાત્મિક ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મહત્ત્વ સમજાવવાનો હતો.
  • ભક્તોનું માનવું હતું કે બાબા બીમાર લોકો પર આ ધાબળો ઓઢાડીને તેમના દુઃખ અને રોગ દૂર કરી દેતા હતા. તેનો વાદળી રંગ શાંતિ અને સ્થિરતા દર્શાવતો હતો. ઘણાં લોકો એમ પણ માને છે કે બાબા પોતાની અલૌકિક શક્તિઓ છુપાવવા માટે તેને ઓઢતા હતા.
  • 1979માં અમેરિકન મનોવિજ્ઞાની રિચાર્ડ અલ્પર્ટ (જેઓ રામ દાસ તરીકે જાણીતા બન્યા) એ તેમના પુસ્તક ‘મિરેકલ ઓફ લવ’માં આ ધાબળાને ‘બુલેટપ્રૂફ ધાબળો’ કહ્યો હતો. આજે પણ કૈંચી ધામમાં હજારો ભક્તો બાબાના મંદિરે દર્શન કરવા અને શ્રદ્ધાપૂર્વક ધાબળો અર્પણ કરવા આવે છે. બાબાનું સરળ જીવન અને તેમના ઉપદેશો આજે પણ માનવતાને સાચો માર્ગ બતાવી રહ્યા છે.
image.png
ફોટો સોર્સ: વિકિપીડિયા

બાબાએ કરેલા અદ્ભુત ચમત્કાર!

નીમ કરોલી બાબાના જીવન સાથે ઘણાં ચમત્કારો જોડાયેલા છે, જે તેમના અનુયાયીઓમાં ખૂબ પ્રચલિત છે. બાબાના ભક્તો (જેમાં એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ સામેલ છે) માને છે કે બાબા આવા ચમત્કાર પોતાની શક્તિના પ્રદર્શન માટે નહોતા કરતા, પરંતુ પોતાના ભક્તોની મદદ કરવા અને તેમને સાચા આધ્યાત્મિક માર્ગે વાળવા માટે કરતા હતા. થોડા ચમત્કારી પ્રસંગો જોઈએ. જેમ કે…

  • અંતર્યામી હોવાનો પરચો: હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રિચાર્ડ અલ્પર્ટ જ્યારે પહેલીવાર બાબાને મળ્યા, ત્યારે બાબાએ તેમને સામેથી કહ્યું હતું કે, ‘ગઈકાલે રાત્રે તું તારી માતા વિશે વિચારી રહ્યો હતો ને? તેમનું મૃત્યુ સ્પ્લીન (બરોળ) ની બીમારીથી થયું હતું.’ રિચાર્ડની માતાનું મૃત્યુ અમેરિકામાં થયું હતું અને આ વાત ભારતમાં કોઈ જાણતું નહોતું. આ એક જ વાક્યથી રિચાર્ડ અલ્પર્ટનું આખું જીવન બદલાઈ ગયું અને તેઓ બાબાના ભક્ત બની ગયા.
  • ભક્તનો જીવ બચાવવા ઘા વેઠી લીધો: એકવાર બાબા તેમના આશ્રમમાં સૂતા હતા. અચાનક તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા. તેમણે ધાબળો ઓઢી રાખ્યો હતો અને તેઓ ખૂબ પીડામાં હોય તેવું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી જાણવા મળ્યું કે તે જ સમયે તેમનો એક ભક્ત યુદ્ધના મેદાનમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાબાએ આશ્રમમાં રહીને પોતાના ભક્તનો જીવ બચાવ્યો હતો અને એ સંકટ પોતાના શરીર પર ઝીલી લીધું હતું.
  • એકસાથે બે સ્થળે હાજર રહેતા: બાબા ક્યારેય કોઈ મોટા આશ્રમો બાંધવામાં કે પ્રચારમાં માનતા નહોતા. તેઓ અચાનક જ ક્યાંક ગાયબ થઈ જતા. અનેક ભક્તોએ એવા અનુભવો જણાવ્યા છે જેમાં બાબા એક જ સમયે વૃંદાવનમાં હાજર હોય અને તે જ સમયે અલ્હાબાદ કે અન્ય કોઈ શહેરમાં બીજા ભક્તને દર્શન આપીને તેની મદદ પણ કરી રહ્યા હોય.

ભોપાલમાં 53 વર્ષથી સચવાયેલા બાબાના અસ્થિ

11 સપ્ટેમ્બર 1973ના રોજ (અનંત ચતુર્દશીના દિવસે) નીમ કરોલી બાબાએ વૃંદાવનમાં સમાધિ લીધી. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને દેશની 11 પવિત્ર નદીઓમાં વિસર્જિત કરાયા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના મોટા પુત્ર અનેજ સિંહ અસ્થિનો એક ભાગ ભોપાલ લઈ આવ્યા હતા, જે છેલ્લા 53 વર્ષથી તેમના પરિવાર પાસે સચવાયેલો છે.

બાબાના પૌત્ર ડૉ. ધનંજય શર્માના જણાવ્યા મુજબ, 1970માં બાબા ભોપાલની અરેરા કોલોનીમાં 10 દિવસ માટે રોકાયા હતા અને નેવરી મંદિરમાં રાત વિતાવી હતી. બાબાએ તેમને હનુમાનજીની એક ખાસ મૂર્તિ ભેટમાં આપી હતી, જેની પરિવાર આજે પણ પૂજા કરે છે. પરિવાર હવે ભોપાલમાં બાબાના નામે એક ભવ્ય મંદિર અને આશ્રમ બનાવવાની યોજના પર કામ કરી રહ્યો છે, જ્યાં આ અસ્થિ કળશની વિધિવત સ્થાપના કરાશે.