Ahmedabad

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કરુણાંતિકા! આઇસર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે યુવકોના મોત

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ-બગોદરા હાઇવે પર આજે અરણેજ ગામ પાસે આઇસર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફ જઈ રહેલા બાઈકસવાર 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે તાત્કાલિક પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કરુણાંતિકા! આઇસર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે યુવકોના મોત

Bagodara-Vataman Highway Accident: અમદાવાદના બગોદરા-વટામણ હાઇવે પર આજે (પહેલી સપ્ટેમ્બર) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરણેજ ગામ નજીક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. હાલ પોલીસે મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા યુવકો

મળતી માહિતી અનુસાર, મૃતક બંને યુવકો બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અરણેજ ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકસવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત.jpg

ઘટનાની જાણ થતાં જ બગોદરા 108ની ટીમ અને કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબ્જે કરીને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બંને મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.