'અસભ્ય, લાલચી અને જાતિવાદી', શિવ-પાર્વતીની મૂર્તિ શેર કરીને BJP-RSS પર વરસ્યા રાહુલ ગાંધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Attack On BJP RSS Ardhanarishvara Sculpture: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બંને સંગઠનો પર ભારતીય આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાઓને ન સમજવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતીય આધ્યાત્મિક પરંપરાઓને જેટલી ઊંડાઈથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેટલું જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે BJP અને RSS ને આ પરંપરાઓની બિલકુલ સમજ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરની પોસ્ટમાં તેમણે ભાજપ અને સંઘ માટે 'અસભ્ય', 'લાલચી', 'જાતિવાદી' અને 'પુરુષવાદી' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
એલિફન્ટા ગુફાની અર્ધનારીશ્વર મૂર્તિ શેર કરીને કટાક્ષ
અર્ધનારીશ્વરની તસવીર શેર કરી: રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટ સાથે મહારાષ્ટ્રની એલિફન્ટા ગુફાઓમાં બનેલી 'અર્ધનારીશ્વર' ની મૂર્તિની તસવીર શેર કરી હતી, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતી એક જ સ્વરૂપમાં જોવા મળે છે. તેમણે કેપ્શનમાં લખ્યું, 'અર્ધનારીશ્વર - શિવ અને પાર્વતીનું એક સ્વરૂપ, એલિફન્ટા ગુફાઓ'.
જાતિવાદી અને પુરુષવાદી વિચારસરણીનો આરોપ: આ તસવીર દ્વારા ભારતીય આધ્યાત્મિક પરંપરાઓ અને પ્રતિકોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે બંને સંગઠનો જાતિવાદી અને પુરુષવાદી વિચારસરણી ધરાવે છે.
સમર્થકો અંગે ટિપ્પણી અને FICCI ભાષણ પર સવાલ
સમર્થકોને ડર અને નફરતના જાળમાંથી બહાર કાઢવાની વાત: અગાઉની અન્ય એક 'X' પોસ્ટમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે BJP-RSSના સમર્થકોના હૃદયમાં ડર, ગુસ્સો અને નફરતે જાળ રચ્યું છે અને એક સાચા હિન્દુ તરીકે તેમનું કર્તવ્ય છે કે તેઓ આ લોકોને તેમાંથી બહાર કાઢે, જેથી તેઓ પ્રેમ અને પોતિકુ અનુભવી શકે. પોસ્ટના અંતે તેમણે 'સત્યમ શિવમ સુંદરમ' લખ્યું હતું.
FICCI સંમેલન અને પગાર-રોજગારનો મુદ્દો: અગાઉ FICCI ના સંમેલનમાં PM નરેન્દ્ર મોદીએ ટેક્સમાં ઘટાડા છતાં કર્મચારીઓના પગાર અને રોજગાર ન વધારવા અંગે ઉદ્યોગપતિઓને સવાલ કર્યા હતા, જેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સરકારની આર્થિક નીતિઓની નિષ્ફળતાની કબૂલાત છે અને તેનાથી અમુક કંપનીઓના એકાધિકારને વેગ મળ્યો તથા MSME સેક્ટર નબળું પડ્યું છે.




