India

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો

By GS TEAM
3 Dec 20252 mins read
TukuTouch Logo
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 12 બેઠકો માટે પેટાચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન થયા બાદ આજે (ત્રણ ડિસેમ્બર) પરિણામ જાહેર થયું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામમાં ભાજપની બેઠકમાં ઘટાડો, જ્યારે કોંગ્રેસને ફાયદો થયો છે. આમ તો એમસીડીની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે, પરંતુ પાર્ટીની બે બેઠકો ઘટી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી MCD પેટાચૂંટણીમાં ઉલટફેર! ભાજપની બેઠક ઘટી, કોંગ્રેસને થયો ફાયદો, 6 મહિલા ઉમેદવારનો દબદબો

Delhi MCD Election WradWise Winners List : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(MCD)માં 12 બેઠકો માટે પેટાચૂંટણીનું 30 નવેમ્બરે મતદાન થયા બાદ આજે (ત્રણ ડિસેમ્બર) પરિણામ જાહેર થયું છે. ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામમાં ભાજપની બેઠકમાં ઘટાડો, જ્યારે કોંગ્રેસને ફાયદો થયો છે. આમ તો એમસીડીની ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે, પરંતુ પાર્ટીની બે બેઠકો ઘટી ગઈ છે.

ભાજપે 12 વૉર્ડમાંથી સાતમાં જીત મેળવી

એમસીડીમાં 12 વૉર્ડમાં યોજાયેલ પેટાચૂંટણીમાં કુલ 51 ઉમેદવારોનો આજે ફેંસલો થઈ ગયો છે. આ ચૂંટણીમાં ભાજપે 12 વૉર્ડમાંથી સાત વૉર્ડ પર જીત મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ ત્રણ અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. AAP ગત ચૂંટણીમાં પણ ત્રણ બેઠકો જીતી હતી અને હાલમાં પણ ત્રણ બેઠકો જીતી છે, પરંતુ ચાંદની મહલ અને ચાંદની ચોકની બેઠક હારી ગઈ છે.

ભાજપે બે વૉર્ડ ગુમાવ્યા

ભાજપની સંગમ વિહાર અને નારાયણા વૉર્ડમાં હાર થઈ છે. વિહારમાં કોંગ્રેસનો અને નારાયણામાં AAPનો વિજય થયો છે. જ્યારે ભાજપે આમ આદમી પાર્ટીની ચાંદની ચોક બેઠક જીતી લીધી છે. અગાઉ કોંગ્રેસ પાસે આ બેઠકોમાંથી એક પણ બેઠક ન હતી, જોકે હવે કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવી છે.

આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ

12 વૉર્ડના પરિણામ

વૉર્ડનું નામ

 

વિજેતા પક્ષ

વિજેતા ઉમેદવાર

જીતનું માર્જિન
(મતો)

વિનોદ નગર

BJP

સરલા ચૌધરી

1769

દ્વારકા બી

BJP

મનીષા દેવી

9100

અશોક વિહાર

BJP

વીના અસીજા

405

ગ્રેટર કૈલાશ

BJP

અંજુમ મોડેલ

4165

દિંચાઉં કલા

BJP

રેખા રાની

5637

ચાંદની મહેલ

(AIFB

મોહમ્મદ ઇમરાન

-

મુંડકા

AAP

અનિલ

1577

સંગમ વિહાર એ

Congress

સુરેશ ચૌધરી

3628

શાલીમાર બાગ બી

BJP

અનિતા જૈન

10101

દક્ષિણ પુરી

AAP

રામ સ્વરૂપ કનૌજિયા

2262

ચાંદની ચોક

BJP

સુમન કુમાર ગુપ્તા

1182

નારાયણા

AAP

રાજન અરોરા

148


અગાઉની ચૂંટણીનું પરિણામ

ડિસેમ્બર 2022માં નગર નિગમની ચૂંટણી 250 બેઠકો પર યોજાઈ હતી. પાર્ટીની સ્થિતિમાં થયેલા અનેક ફેરફારો બાદ વર્તમાન MCD સદનમાં ભાજપના 115 કાઉન્સિલરો છે. ભાજપનો લક્ષ્ય પેટા-ચૂંટણીઓમાં 12-0થી જીત મેળવવાનો છે, જેથી 250 સભ્યો ધરાવતા નગર નિગમ સદનમાં 125ના સંપૂર્ણ બહુમતીના આંકડા સુધી પહોંચી શકાય. સદનમાં વર્તમાનમાં AAPના 99 કાઉન્સિલરો છે.

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’