Get The App

મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
મોદી-પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીનો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’ 1 - image


Russia President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથી ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે આવવાના છે અને અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે, ત્યારે આ મુલાકાત ટાણે બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના રાજદ્વારીઓએ એક વિવાદ ઊભો કર્યો છે. ત્રણે દેશોના રાજદ્વારીઓ દ્વારા પહેલી ડિસેમ્બરના રોજ એક અખબારમાં લેખ છપાતા ભારત નારાજ થયું છે. લેખમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. લેખમાં રાષ્ટ્રપ્રમુખ પુતિન પર માનવ જીવનની સંપૂર્ણ ઉપેક્ષા કરવાનો પણ આક્ષેપ કરાયો છે.

ત્રણ દેશોના રાજદ્વારીઓએ પુતિન પર કર્યો ગંભીર આક્ષેપ

લેખ લખનારા ત્રણે રાજદુતોમાં બ્રિટનની ઉચ્ચ કમિશ્નર લિંડી કૈમરન, ફ્રાન્સના રાજદૂત થિએરી માથૂ અને જર્મનીના રાજદૂત ફિલિપ એકરમનનો સમાવેશ થાય છે. ત્રણે રાજદ્વારીઓના સંયુક્ત લેખના મુખ્ય શિર્ષકમાં લખાયું છે કે, ‘વિશ્વના લોકો યુક્રેન યુદ્ધ ખતમ થવાનું ઈચ્છે છે, પરંતુ રશિયા શાંતિ સ્થાપવા માટે ગંભીર નથી.’ લેખમાં આક્ષેપ કરાયો છે કે, ‘રશિયાએ યુદ્ધની શરુઆત કરી છે અને તેણે સૈન્ય કાર્યવાહી કરી ક્રુરતા સાથે યુદ્ધ છંછેડવાની સુઆયોજિત વ્યૂહરચના ઘડી છે. રશિયા સાયબર હુમલાઓ અને દુષ્પ્રચાર(ખોટા પ્રચાર)ના માધ્યમથી વૈશ્વિક સ્તરે દુર્ભાવનાપૂર્ણ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ બાબત દર્શાવે છે કે, રશિયાના નેતૃત્વની પ્રાદેશિક વિસ્તારવાદ અને વૈશ્વિક અસ્થિરતાની લાલસા યુક્રેન પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી ઘણી આગળ સુધી જાય છે.’ રાજદૂતોએ રાષ્ટ્રપતિ પુતિન પર શાંતિ વાટાઘાટોમાં વિલંબ કરવાનો અને ગંભીર ચર્ચાઓથી દૂર રહેવાનો આરોપ મૂક્યો છે.

ભારતે ત્રણેય રાજદૂતોના મુદ્દા પર આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય વિદેશ મંત્રાલયના વરિષ્ટ અધિકારીઓએ ત્રણેય રાજદૂતોના પગલાને અસ્વિકાર્ય અને અસામાન્ય ગણાવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, ‘આ ખૂબ જ અસામાન્ય છે. ત્રીજા દેશોના સંબંધો પર જાહેર સલાહ આપવી સ્વિકારવા જેવી રાજદ્વારી પ્રજા નથી. અમે ત્રણેય રાજદૂતોની વાતને ધ્યાને લીધી છે.

રાજદ્વારીઓએ કૂટનીતિક મર્યાદાનો ભંગ કર્યો : ભારત

પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે ત્રણેય રાજદૂતોના લેખ પર કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, ‘જાહેર મંચ પર આવી રીતે લેખ લખીને પ્રચાર કરવો ન જોઈએ. લેખમાં આવી રીતે ગંભીર ટીકા કરીને કૂટનીતિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરાયું છે. જાહેર મંચ પર ટીકા કરીને અમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરાયો છે. આ લેખ દ્વારા યુરોપીય સમર્થકોમાં રશિયા વિરોધી ભાવના જગાવવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત ભારત-રશિયા વચ્ચેના સંબંધોની નૈતિકતા પર પ્રશ્ન ઉઠાવાયો છે.’ સિબ્બલે મંત્રાલયને વિનંતી કરી છે કે, તેઓ ત્રણ રાજદ્વારીઓની કાર્યવાહી મુદ્દે જાહેરમાં અસંતોષ વ્યક્ત કરે.’

આ પણ વાંચો : આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે...' CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ

પુતિન ચોથી ડિસેમ્બર આવશે ભારત

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન ભારતના  દિવસે પ્રવાસે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર વાર્તા કરશે. દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા માટે બેઠકમાં વેપાર અને સંરક્ષણ સહિત અનેક સેક્ટરો મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. વિદેશ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, મોદી-પુતિનની બેઠકમાં યુદ્ધન યુદ્ધનો મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. તેમણે ભારતના લાંબા ગાળાના વલણ અંગે કહ્યું કે, યુદ્ધના મેદાનમાં યુદ્ધનું સમાધાન ન થઈ શકે. યુદ્ધ અટકાવવા માટે હજુ વાતચીત અને રાજદ્વારીનો રસ્તો છે.

આ પણ વાંચો : જ્ઞાનેશ કુમાર 'મુખ્ય ચોર કમિશ્નર', અચાનક કેમ ભડક્યા આપ સાંસદ સંજય સિંહ, જાણો મામલો

Tags :