India

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી

By GS Team
18 Jun 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાયબર ફ્રોડના સકંજામાં ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રિપોર્ટ મુજબ, પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે વોટ્સએપ દ્વારા 7.8 કરોડની મોટી છેતરપિંડી થઈ છે. શાતિર ઠગોએ ખૂબ જ યોજના પૂર્વક આ છેતરપિંડી આચરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયબર ફ્રોડ : દેશના પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાથે 7.8 કરોડની છેતરપિંડી

Cyber Fraud Case : દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાનના પુત્ર સાયબર ફ્રોડના સકંજામાં ફસાયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રિપોર્ટ મુજબ, પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે વોટ્સએપ દ્વારા 7.8 કરોડની મોટી છેતરપિંડી થઈ છે. શાતિર ઠગોએ ખૂબ જ યોજના પૂર્વક આ છેતરપિંડી આચરી છે.

WhatsApp પર પ્રોફાઈલ ફોટોનો દુરુપયોગ

નરેશ ગુજરાલની કંપનીમાં કામ કરતા એક વરિષ્ઠ અધિકારીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યા હતા. આ નંબર પર નરેશ ગુજરાલનો પ્રોફાઈલ ફોટો (DP) લગાવેલો હતો. અધિકારીને લાગ્યું કે, મેસેજ તેમના બોસે જ મોકલ્યો છે, જેથી તેઓ ઠગની જાળમાં ફસાઈ ગયા હતા.

RTGS દ્વારા કરોડોની ટ્રાન્સફર

નકલી આઈડીથી વાત કરી રહેલા ઠગે અધિકારીને તાત્કાલિક મોટી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. શરૂઆતમાં RTGS દ્વારા 1.5 કરોડ મોકલવાનું કહેવાયું હતું. અધિકારીને જરાય શંકા ન ગઈ અને માત્ર 4 દિવસમાં કટકે-કટકે કુલ 7.8 કરોડ ઠગના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. જોકે મોટા ટ્રાન્ઝેક્શન જોઈને બેંકને શંકા ગઈ હતી અને તેમણે કંપનીના CFOનો સંપર્ક કર્યો હતો. જોકે, CFOએ પણ એવું જ માની લીધું કે, આ નિર્દેશો નરેશ ગુજરાલ તરફથી જ આવ્યા છે, જેથી આ નાણાકીય વ્યવહારો ચાલુ રહ્યા હતા.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’

દીકરીના ફોનથી ભાંડો ફૂટ્યો

16 જૂનના રોજ જ્યારે અધિકારીને થોડી વધુ શંકા ગઈ, ત્યારે તેમણે નરેશ ગુજરાલની દીકરી દીક્ષાનો સંપર્ક કર્યો હતો. દીક્ષાએ જણાવ્યું કે, તેના પિતાએ આવા કોઈ પૈસા મંગાવ્યા નથી. આ સાંભળીને પરિવાર ચોંકી ગયો અને તેમને સાયબર ફ્રોડનો અહેસાસ થતાં તાત્કાલિક પોલીસમાં ઈ-એફઆઈઆર નોંધાવી છે.

પોલીસે 4 કરોડ ટ્રેડ કરી લીધા

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ IFSOએ મામલાની તપાસ હાથ ધરીને સંબંધિત બેંક ખાતાને ટ્રેક કર્યું હતું. સામાન્ય રીતે સાયબર ગુનેગારો પૈસા તરત જ બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે, પરંતુ આ કેસમાં સદનસીબે મોટી રકમ એ જ ખાતામાં મળી આવી હતી. પોલીસે તેમાંથી 4 કરોડ ટ્રેસ કરીને ફ્રીઝ કરી દીધા છે.

આ પણ વાંચો : તેજસ્વીએ બદલો લીધો ! 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ?