World

'મંત્રણા કેવી ને વાત કેવી ? મંત્રણા માટે પ્રતિનિધિ મોકલવા કે, પ્રતિનિધિઓને આવકારવા ઈરાનની 'ના''

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદોઈએ સોમવારે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા સાથે સીધી કે આડકતરી કોઈ પણ મંત્રણા થઈ રહી નથી. તહેરાને વૉશિંગ્ટન સાથે દ્વિપક્ષીય મંત્રણાની વાતને રદિયો આપ્યો. ઈરાનની રાજદ્વારી વાટાઘાટો અત્યારે પાડોશી ઓમાન પૂરતી મર્યાદિત છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી સલામત માર્ગ ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મંત્રણા કેવી ને વાત કેવી ? મંત્રણા માટે પ્રતિનિધિ મોકલવા કે, પ્રતિનિધિઓને આવકારવા ઈરાનની 'ના''
  • ઇરાનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદોઈએ સોમવારે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકા સાથે સીધી કે આડકતરી મંત્રણાને અવકાશ જ નથી

તહેરાન : ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બોદોઈએ સોમવારે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમનો દેશ અમેરિકા સાથે સીધી કે આડકતરી કોઈ પણ મંત્રણા કરી રહ્યો નથી. આ સાથે તહેરાન- વૉશિંગ્ટન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થતી હોવાની વાતને સ્પષ્ટ રદિયો આપ્યો હતો.
અલ જઝીરા જણાવે છે કે, આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પત્રકારોને કરેલા સંબોધનમાં બાદોઈએ કહ્યું હતું કે, 'આ દિવસોમાં પ્રતિનિધિઓને મોકલવાની કે આવકારવાની કોઈ યોજના નથી. અમે કોઈ પ્રતિનિધિઓને મહેમાન તરીકે આ દિવસોમાં સ્વીકારવા તૈયાર જ નથી.'
દરમિયાન ફાર્સ ન્યુઝ એજન્સી જણાવે છે કે, 'ઇરાનની રાજદ્વારી વાટાઘાટો તો અત્યારે પાડોશનાં ઓમાન પૂરતી જ મર્યાદિત રહી છે.' તેમાં હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી થોડા સમય પૂરતો સલામત માર્ગ ખોલવા ઉપર વિચારણા ચાલી રહી છે તેમજ મેરીટાઇમ ટ્રાફિક મેનેજમેન્ટ વિષે પણ ચર્ચા થઈ હતી. સાથે ટેક્નિકલ પૂર્વ જરૂરિયાતો તથા સલામત વહાણવટાં અંગે વિચારણા કરવામાં આવી હતી. તે માટે તહેરાન- મસ્કત વચ્ચે કરારો પણ થયા છે. પરંતુ તેમાં હોર્મુઝ પૂરેપૂરી ખુલ્લી કરવાની બાબત નથી. ઉલ્લેખનીય છે કે, બાઘચીએ તેમ પણ સહજ રીતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમેરિકા તે વિસ્તારોમાં તેની લશ્કરી હાજરી (નૌ સેના) રાખશે અને આક્રમક દેખાવ ચાલુ રાખશે ત્યાં સુધી તે જળમાર્ગની વર્તમાન સ્થિતિ યથાવત્ રહેશે. અત્યારે તો અમે ઑમાન સાથે તે જળમાર્ગ વિષે મંત્રણા કરી રહ્યા છીએ પછી શું થશે તે સંયોગો પ્રમાણે નક્કી કરાશે.