વાંચો તમારું 04 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.
મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કર્ક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કન્યા : આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સાથ મળી રહે.
તુલા : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃશ્ચિક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.
ધન : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
મકર : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થાય.
કુંભ : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે આપને દોડધામ શ્રમ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મુલાકાત થઇ શકે.
- અગ્નિદત્ત પદમનાભ









