Get The App

'મોગેમ્બો ખુશ હૈ..', અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
Jairam Ramesh


Congress Reaction On US Tariff Reduction: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાતને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. 

અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, "એવું લાગે છે કે મિસ્ટર મોદીએ આખરે હાર સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા-વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા હોવાનો દાવો છે. આ મામલે પણ કોંગ્રેસના નેતાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે."

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે, "તેમણે (ટ્રમ્પે) વોશિંગ્ટન ડીસીથી ઓપરેશન સિંદૂર સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે વોશિંગ્ટનથી રશિયા અને વેનેઝુએલાથી ભારતની તેલ ખરીદી અંગે અપડેટ્સ જાહેર કર્યા હતા. તેમણે હવે વોશિંગ્ટનથી ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત કરી છે, જેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે. કોઈ કારણોસર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સામે પીએમ મોદી સ્પષ્ટપણે દબાણ હેઠળ દેખાય છે."

આ પણ વાંચો: અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18 ટકા ટેરિફ, સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે

રશિયા-યુક્રેન યુદ્ધ અને તેલનો મુદ્દો

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.

'મોગેમ્બો ખુશ હૈ..', અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા 2 - image

આ પણ વાંચો: ‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે’ ટેરિફ ઘટાડવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પનો દાવો

વડાપ્રધાન મોદીએ કહ્યું;-'મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટકા ટેરિફ

ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18 ટકા ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ.