World

ટોક્યોમાં રેકોર્ડ વર્ષા : પાંચનાં મૃત્યુ એક લાપત્તા : હજારો લોકો ઘરમાં જ ફસાયા

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
જાપાનના ટોક્યોમાં ગુરુ-શુક્રની રાત્રે ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. 'ચિબા રેઈન' નામના આ વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ હજુ લાપત્તા છે. માર્ગો નદીઓમાં ફેરવાયા, સેંકડો ઘરોમાં પાણી ભરાયા અને મોટરો-રેલવે ટ્રેક ડૂબી ગયા. ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સે 4000 લોકોને બચાવ્યા, જેમાં સોગા રેલવે સ્ટેશન અને નારીટા એરપોર્ટ પર ફસાયેલા લોકોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટોક્યોમાં રેકોર્ડ વર્ષા : પાંચનાં મૃત્યુ એક લાપત્તા : હજારો લોકો ઘરમાં જ ફસાયા
  • ગુરૂ-શુક્ર વચ્ચેની રાત્રીએ અનરાધાર વરસાદ થતાં શુક્રવારે સવારે માર્ગો નદીમાં ફેરવાયા મોટરો અને રેલવે ટ્રેક કાદવમાં પાણીમાં ડૂબી ગયા

નવી દિલ્હી : ગુરૂવાર અને શુક્રવાર વચ્ચેની રાત્રીએ ટોક્યોમાં પ્રચંડ વર્ષા થઈ હતી. વિશેષત: ટોક્યોની પૂર્વે આવેલા સમુદ્ર તરફના વિસ્તારોમાં તો પ્રચંડ વર્ષાએ તબાહી મચાવી દીધી છે. તેથી ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયા છે અને એક હજી લાપત્તા છે.
આખી રાત થયેલી અનરાધાર વર્ષાએ માર્ગોને નદીઓમાં ફેરવી નાખ્યા હતા. સેંકડો ઘરોનાં નીચેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક મોટરો અને રેલવે ટ્રેક કાદળિયા પાણીમાં ડૂબી ગયા હતા. સવાર પડતાં તો બધું ખેદાન-મેદાન થયેલું લાગતું હતું.
થોડા જ દિવસો પૂર્વે જાપાને ધરતીકંપ પણ અનુભવ્યો હતો. તેવામાં ક્યુરાઈલ દ્વિપ સમુદ્ર અંગે રશિયા સાથે વિવાદ ઊભો થયો હતો. તેવામાં ચીબા નામક આ વર્ષાએ હાહાકાર મચાવી દીધો છે.
જાપાનનાં ગ્રાઉન્ડ સેલ્ફ ડીફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે તેની બસોએ ૪૦૦૦ ફસાયેલા લોકોને બચાવી લીધા છે. તે બધા સોગા રેલવે સ્ટેશનમાં આશ્રય લઈ રહ્યા હતા. સોગી શહેર જાપાનની ડીઝની લેન્ડ ગણાય છે.
આ ઉપરાંત સેલ્ફ-ડીફેન્સ ફોર્સે નારીટા એરપોર્ટ પર પણ ફસાયેલાં હજારોને બચાવી લીધા હતા. શુક્રવારે બપોર સુધી ટ્રેન સર્વિસ ધીમે ધીમે શરૂ થઈ હતી. આ બધા જાપાનનાં બોન બુદ્ધિસ્ટ હોલિડે વીકમાં પ્રાર્થના તથા ઉજાણીમાં ભાગ લઈ પાછા ફરી ગયા હતા. આમ છતાં હજી સેંકડો લોકો ચીબા પ્રીફેક્સરમાં ગવર્નમેન્ટ બિલ્ડીંગમાં ફસાયેલા રહ્યા છે. આ પ્રચંડ વર્ષાને ચીબા વર્ષા નામ આ પ્રીફેકચર (જિલ્લા)ના નામ ઉપરથી જ ચીબા રેઇન તેવું નામ અપાયું છે કારણ કે સૌથી વધુ નુકસાન આ પ્રીફેકચરમાં જ થયું છે.