આત્મહત્યાના પ્રયાસો, ખરાબ ખોરાક અબ્રાહમ-લિંકન પરના નૌ-સૈનિકોની સ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિમાન વાહક જહાજ અબ્રાહમ-લિંકન ૨૦૦ દિવસથી કોઇ પણ પોર્ટે લાંગરાયું નથી : તેને પાછું ખેંચી જ્યોર્જ વોશિંગ્ટન મૂકવામાં આવશે
વોશિંગ્ટન : ઇરાન તટની સામે પોતાનું એક પ્રથમ વિમાન વાહક જહાજ જ્યોર્જ વોશિંગ્ટન ઇરાનના તટથી દૂર અરબી સમુદ્રમાં લાંગરી દીધું છે. આ એક અસામાન્ય ઘટના છે.
વાસ્તવમાં એવું કહેવાય છે કે અબ્રાહામ-લિંકન ૨૫૦ દિવસમાંથી ૨૦૦ દિવસ ઇરાનની ઘેરાબંધીમાં ભાગ લેવા ઇરાનના પશ્ચિમ તટથી દૂર લંગારવામાં આવ્યું હતું. તેમાં ખોરાક અત્યંત ખરાબ હોવાની તેમજ બીજી અનેક મૂળભુત સુવિધાઓમાં પણ ઉણપ હોવાથી નૌ-સૈનિકો ત્રાસી ગયા હતા. તેનાં ટોયલેટસ પણ તૂટી ગયા હતાં. આથી તંગ આવી ગયેલા નૌ-સૈનિકો પૈકી કેટલાકે તો આત્મહત્યાના પ્રયાસો કર્યા હતા. પરંતુ આ આક્ષેપોને ફગાવી દેતાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે (સેન્ટ-કોમે) કહ્યું હતું કે, આવા આક્ષેપો ઊભા કરાયેલા જ છે. આવું કશું જ બન્યું નથી.
બીજી તરફ અમેરિકાના સાંસદો પણ આ અહેવાલોથી ઘણા જ ગુસ્સે થયા છે. કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સાંસદ માઇકે તો તે નૌ-સૈનિકોની ફરિયાદોની સમગ્ર યાદી તૈયાર કરી છે. તેમાં ખરાબ ખોરાક ઉપરાંત લગભગ બંધ પડેલા શાયર્સ તૂટેલા ટોયલેટસ, તૂટેલા લોન્ડ્રી-મશીન અને સપ્તાહોથી સહન કરવી પડતી પાણીની તંગદિલી તથા લોન્ડ્રી- સુવિધાનો અભાવ જેવી ફરિયાદો ટાંકી હતી.
હવે અબ્રાહામ-લિંકન ત્યાંથી પાછુ ખેંચી તેના સ્થાને બીજુ વિમાનવાહક જહાજ જ્યોર્જ વોશિંગ્ટન મુકવામાં આવશે.









