Get The App

માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ!

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
માતાએ ચૂંટણી જીતી અને દીકરો નીતિશ સરકારમાં મંત્રી બની ગયો, નારાજ દિગ્ગજ નેતાએ આ રીતે કરી ડીલ! 1 - image

Bihar Politics: બિહારમાં નીતિશ કુમારના નવા રચાયેલા મંત્રીમંડળમાં એક ચોંકાવનારો રાજકીય દાવ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય લોક મોરચા(RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના ચાલાક રાજકીય દાવપેચથી પક્ષ માટે માત્ર મંત્રીપદ જ નહીં, પણ વિધાન પરિષદના સભ્ય (MLC) બેઠક પણ સુનિશ્ચિત કરી દીધી છે. કુશવાહાના પુત્ર દીપક પ્રકાશ ધારાસભ્ય બન્યા વિના પણ સીધા મંત્રી બની ગયા છે.

પત્નીના સ્થાને પુત્રને મંત્રીપદ

મળતી માહિતી અનુસાર, ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા જે સાસારામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, તેમના નામની મંત્રી પદ માટે વિચારણા ચાલતી હતી. જો કે, ઉપેન્દ્ર કુશવાહાએ છેલ્લી ઘડીએ સમીકરણો બદલી નાખ્યા. આ સમગ્ર ઘટનાક્રમને NDAમાં સીટ વહેંચણી અંગે ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી સાથે જોડવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેમની નારાજગી દૂર કરવા માટે તેમને MLC બેઠકનું વચન આપવામાં આવ્યું હતું.

ઉપેન્દ્ર કુશવાહાએ આ MLC બેઠકના વચનનો ઉપયોગ એક મોટી રાજકીય ડીલ મેળવવા માટે કર્યો. તેમણે પોતાની પત્નીને બદલે તેમના પુત્ર દીપક પ્રકાશને મંત્રી તરીકે નિમણૂક અપાવી, જેણે કોઈ ચૂંટણી લડી નહોતી.

આ પણ વાંચો: 'ભણેલા આતંકવાદીઓ' સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ

મંત્રી બનવા માટે MLC બનવું ફરજિયાત

નિયમ મુજબ, દીપક પ્રકાશે મંત્રી બન્યા બાદ છ મહિનાની અંદર વિધાનસભાના સભ્ય (વિધાન પરિષદ અથવા વિધાનસભા) બનવું ફરજિયાત છે. આ સંજોગોમાં, દીપક પ્રકાશને મંત્રી બનાવવાથી MLC બેઠક પરના તેમના દાવાને મજબૂત પુષ્ટિ મળી છે.

આમ, ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની નારાજગીનો ફાયદો ઉઠાવીને 'એક કાંકરે બે પક્ષી' મારવામાં સફળતા મેળવી છે. તેમણે તેમના પુત્ર માટે મંત્રી પદ મેળવ્યું અને MLC બેઠક પર તેમની નિયુક્તિ પણ લગભગ નિશ્ચિત કરાવી દીધી છે.