Astro

વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તેનું વિસ્તૃત રાશિફળ રજૂ કરાયું છે. મેષ રાશિના અટકેલા કામ ધીમે ધીમે ઉકેલાશે, જ્યારે વૃષભ રાશિના જાતકોએ જમીન-વાહન લે-વેચમાં ઉતાવળ ટાળવી. કર્ક રાશિના લોકોને કામકાજમાં અનુકૂળતા અને સિંહ રાશિના લોકોને રાજકીય-સરકારી કામમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં પ્રતિકૂળતા જણાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના રૂકાવટ- વિલંબમાં પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા- પરેશાની ઓછી થાય.
વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય જમીન- મકાન- વાહનની લે-વેચમાં આપે ઉતાવળ કરવી નહીં.
મિથુન : આપના યશ- પદ- ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર મળી શકે.
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્ત રહો.
સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય સરકારી કામ થઈ શકે.
કન્યા : કોર્ટ- કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આવેશ ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં, ખર્ચ જણાય.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થાય.
ધન : દેશ- પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર- ચાકર વર્ગનો સાથ જણાય.
મકર : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
મીન : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સાસરીયા મોસાળ પક્ષનું કામકાજ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ