India

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરલમથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રૅકોર્ડ

By GS TEAM
4 May 20264 mins read
TukuTouch Logo
ભારતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોએ માત્ર સત્તા પરિવર્તન જ નથી કર્યું, પરંતુ અનેક દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન અને કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન એ ભારતીય રાજનીતિની સૌથી મોટી ઘટના બની છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ભાજપનો પાવર કોરિડોર તૈયાર થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરલમથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રૅકોર્ડ

Assembly Election Results 2026: ભારતના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોએ માત્ર સત્તા પરિવર્તન જ નથી કર્યું, પરંતુ અનેક દાયકાઓ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન અને કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન એ ભારતીય રાજનીતિની સૌથી મોટી ઘટના બની છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ભાજપનો પાવર કોરિડોર તૈયાર થઈ ગયો છે.

1. 75 વર્ષ પછી સપનું સાકાર

ભાજપના સ્થાપક દીનદયાલ ઉપાધ્યાયના 'કર્તવ્ય પથ' ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં તો પહેલા જ સરકાર બની ગઈ હતી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં 75 વર્ષ પછી આ સપનું સાકાર થયું છે. મુખર્જીના વિચારોના આધારે જ ભાજપનો પાયો નખાયો હતો. આવી સ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીના વલણોમાં રાજ્યમાં ભાજપ બહુમતી કરતાં વધુ બેઠકો મેળવતી જણાય છે. ભાજપ 190થી વધુ બેઠકો જીતતી દેખાઈ રહી છે, જ્યારે TMC 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

1. જ્યાંથી ભાજપનો જન્મ થયો ત્યાં જ સરકાર બનતી ન હતી!

શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 1901માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેમની રાજકીય સફરની શરૂઆત 1929થી કરી અને કોંગ્રેસ સાથે જોડાયા. જો કે, એક વર્ષ પછી જ તેમણે કોંગ્રેસ છોડી દીધી. 1939માં તેઓ હિંદુ મહાસભામાં જોડાયા અને 1940માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા. તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમની ક્ષમતા જોઈને મુખર્જીને પોતાના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેઓ લાંબો સમય સાથે રહ્યા નહીં. નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપીને વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની રચના કરી, આ તે જ ભારતીય જનસંઘ છે જેના વૈચારિક એજન્ડા પર ભાજપની રચના થઈ હતી. ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘ (હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો, પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ પક્ષ પોતાની જ જન્મભૂમિ પર 'બહારનો' ગણાતો રહ્યો. જનસંઘથી લઈને ભાજપ સુધી, બંગાળની જમીન 75 વર્ષ સુધી રાજકીય રીતે વેરાન રહી હતી. ડાબેરીઓના 34 વર્ષ અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષોએ ભાજપની શક્તિ સીમિત બનાવીને રાખી હતી. આઝાદી પછી પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે

આ પણ વાંચો: ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર 'ભગવો' લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો

2. લેફ્ટનો સત્તાવાર એક્ઝિટ: કેરલમનો છેલ્લો ગઢ પણ તૂટ્યો

ભારતીય રાજકારણમાં એક સમયે જેનો દબદબો હતો તે ડાબેરી પક્ષો (લેફ્ટ) હવે સત્તાના નકશા પરથી સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે. કેરલમમાં ડાબેરીઓના છેલ્લા કિલ્લાનું પતન થયું છે અને ત્યાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF ગઠબંધને જીત મેળવી છે. 2011માં બંગાળ ગુમાવ્યા બાદ ડાબેરીઓ પાસે માત્ર કેરલમ હતું, જે હવે તેમના હાથમાંથી સરકી ગયું છે.

3. તમિલનાડુ થલાપતિ વિજયનો જાદુઈ ઉદય

તમિલનાડુમાં 10 વર્ષ જૂની એમ. કે. સ્ટાલિનની સરકારની વિદાય થઈ છે. પરંતુ અહીં સૌથી મોટો રૅકોર્ડ અભિનેતા વિજયે બનાવ્યો છે. વિજયની પાર્ટી TVK એ એકલા હાથે 110થી વધુ બેઠકો પર સરસાઈ મેળવી છે. તમિલનાડુમાં સત્તા માટે 117 બેઠકોની જરૂર હોય છે, અને વિજય પોતાની પહેલી જ ચૂંટણીમાં જાદુઈ આંકડાની અત્યંત નજીક પહોંચીને નવો રૅકોર્ડ સ્થાપ્યો છે.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં 'કમળ' ખીલ્યું, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસ અને આસામમાં ભાજપ

4. ભાજપનું મિશન 21 ઓડિશાથી બંગાળ સુધી વિજયકૂચ

પીએમ મોદીનું ગંગોત્રીથી ગંગાસાગર સુધીનું સપનું હવે પૂર્ણ થયું છે. ભાજપ હવે દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે અથવા સરકારનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ભગવો લહેરાઈ રહ્યો છે.

નવા સ્થાપિત થયેલા અન્ય રેકોર્ડ્સ

1. પૂર્વોત્તરમાં સ્થિરતા: અસમમાં સતત બીજી વાર જીત મેળવીને ભાજપે પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત કરી છે.

2. વોટ શેર: પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષમાંથી સીધા સત્તા પક્ષ સુધીની મજલ કાપવામાં ભાજપે પોતાના વોટ શેરમાં ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો છે.

3. ચહેરા વિનાની જીત: બંગાળમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યા વિના પણ પ્રચંડ બહુમતી મેળવવી એ પણ એક રણનીતિક રેકોર્ડ છે.

આ પણ વાંચો: કોંગ્રેસના બે CM પાસેથી શીખ્યા રાજકારણ અને BJPમાં બની ગયા 'કિંગ': હિમંત બિસ્વા સરમાની રોમાંચક રાજકીય કહાની