Baroda
ફતેગંજના સલૂનમાં કામકરતા યુવકે હેરપ્રોડક્ટ આપવાના નામે યુવતીને ઘેર બોલાવી છેડતી કરી
By GS Team
14 Aug 20261 min read
અકોટા વિસ્તારમાં યુવતીને ઘેર બોલાવી છેડતી કરનાર યુવક દક્ષ માયાત્રાની ધરપકડ થઈ છે. ફતેગંજ બ્રિજ પાસે સલૂનમાં કામ કરતો દક્ષ ગર્લફ્રેન્ડ મારફતે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. હેર પ્રોડક્ટના બહાને યુવતીને અકોટા ગાર્ડન પાસેના ભાડાના મકાને બોલાવી છેડતી કરતા, યુવતીએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના અકોટા વિસ્તારમાં એક યુવતીને ઘેર બોલાવીને છેડતી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે.
અકોટા ગાર્ડન પાસે ભાડાના મકાનમાં રહેતો અને ફતેગંજ બ્રિજ નજીકના એક હેર સલૂનમાં કામ કરતો દક્ષ જીગ્નેશ માયાત્રા (મૂળ રહે.અમરેલી)તેની ગર્લફ્રેન્ડ મારફતે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
આ યુવતીને હેર પ્રોડક્ટ લેવા માટે પોતાના ઘેર બોલાવ્યા બાદ તેણે પોતાને ઘેર બોલાવી હતી અને ત્યારબાદ છેડછાડ કરતાં યુવતી તરત જ ઘરમાંથી નીકળી ગઇ હતી અને અકોટા પોલીસને જાણ કરતાં પોલીસે છેડતીના કેસમાં યુવકની ધરપકડ કરી છે.