Entertainment

સિદ્ધાંત અને તમન્નાની વી. શાંતારામની બાયોપિક વિલંબમાં

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ભારતીય સિનેમાના પ્રયોગશીલ સર્જક વી. શાંતારામની બાયોપિકનું શૂટિંગ હવે એપ્રિલ 2027માં શરૂ થશે. અગાઉ એપ્રિલ 2026માં શરૂ થવાનું હતું, પરંતુ શેડ્યુઅલના કારણે એક વર્ષ વિલંબ થયો છે. સિદ્ધાંત ચતુર્વેદી અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં છે. દિગ્દર્શક અભિજિત શિરિષ દેશપાંડેએ ફિલ્મ બંધ થવાની અફવાઓ નકારી કાઢી છે. નિર્માણ વી. શાંતારામના પૌત્ર રાહુલ કિરણ શાંતારામ સહિત અન્ય બે કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાંત અને તમન્નાની વી. શાંતારામની બાયોપિક વિલંબમાં
  • હવે એક વર્ષ મોડું શૂટિંગ શરુ થશે

મુંબઈ : ભારતીય સિનેમાના પ્રયોગશીલ સર્જક વી. શાંતારામની બાયોપિકની ગત ડિસેમ્બરમાં વાજતે ગાજતે જાહેરાત કરવામાં આવી હતી આ બાયોપિકનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૬માં શરૂ થવાનું હતું પણ હવે આ ફિલ્મનું શેડયુઅલ પાછળ ધકેલાયું હોઇ એપ્રિલ ૨૦૨૭માં શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
ફિલ્મના દિગ્દર્શક અભિજિત શિરિષ દેશપાંડેએ ફિલ્મને અભેરાઇએ ચડાવી દેવામાં આવી હોવાની અફવાઓને નકારી કાઢી જણાવ્યું હતું કે અમે એપ્રિલમાં શૂટિંગ શરૂ કરવાના હતા પણ તેમાં બે મહિના મોડું થતાં શેડયુઅલ ખોરવાઇ ગયું હતું.
પૌત્ર રાહુલ કિરણ શાંતારામ તથા અન્ય બે નિર્માતા દ્વારા કરવામાં આવી રહ્યું છે.