World

અમેરિકા ચીનના 'દુશ્મન'ને આપશે 10 અબજ ડૉલરના હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ ચીનને ઝટકો આપ્યો છે. વર્ષોથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉરની સ્થિતિ છે અને હવે વ્યૂહનૈતિક મોરચા પર અમેરિકાએ એવું પગલું લીધું કે, ચીનને મરચાં લાગી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ તાઇવાનને 10 અબજ ડૉલરના હથિયાર વેચવાની મંજૂરી આપી છે, જેના કારણે ચીન સાથે તણાવ વધી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા ચીનના 'દુશ્મન'ને આપશે 10 અબજ ડૉલરના હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું

Donald Trump Arms Deal: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ ચીનને ઝટકો આપ્યો છે. વર્ષોથી બંને દેશો વચ્ચે ટ્રેડ વૉરની સ્થિતિ છે અને હવે વ્યૂહનૈતિક મોરચા પર અમેરિકાએ એવું પગલું લીધું કે, ચીનને મરચાં લાગી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ તાઇવાનને 10 અબજ ડૉલરના હથિયાર વેચવાની મંજૂરી આપી છે, જેના કારણે ચીન સાથે તણાવ વધી રહ્યો છે. 

આ પણ વાંચોઃ હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો

અમેરિકા-ચીન વચ્ચે તણાવ

ચીન તાઇવાન પર દાવો કરે છે. જોકે, તાઇવાની નેતૃત્વ સ્વતંત્ર દેશ પર ભાર મૂકે છે. તાઇવાને લઈને અમેરિકા અને ચીન અવાર-નવાર આમને-સામને આવી રહ્યા છે. એટલું જ નહીં, 2022માં અમેરિકન નેતા નેન્સી પેલોસી પણ તાઇવાન ગયા હતા અને આ દરમિયાન ચીની ફાઇટર જેટ્સે તેમના વિમાનનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તણાવ સર્જાયો હતો. 

તાઇવાનને આપ્યા હથિયાર

અમેરિકા તરફથી મંજૂર કરવામાં આવેલા પેકેજ હેઠળ તાઇવાનને મધ્યમ દૂરીની મિસાઇલ આપવામાં આવશે. આ સિવાય હોવિત્ઝર તોપ અને ડ્રોન્સનું વેચાણ પણ સામેલ છે. અમેરિકન વિદેશ વિભાગે બુધવારે મોડી રાત્રે આ હથિયારના કરારની જાહેરાત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધન દરમિયાન આ શસ્ત્ર સોદાઓની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં ટ્રમ્પે વિદેશ નીતિના મુદ્દાનો ખૂબ ઓછો ઉલ્લેખ કર્યો અને ચીન સાથે વેપાર અથવા અન્ય બાબતે કોઈ વાત ન કરી. આ આઠ હથિયાર વેચાણ કરારમાં 82 હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS) અને 420 મિલિટરી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના દાવા: 8 મહિનામાં 10 યુદ્ધ અટકાવ્યા, 3000 વર્ષ બાદ અહીં શાંતિ સ્થાપી, 'ટેરિફ'નું ભલું થાય

યુક્રેનને પણ આપી હતી આ જ મિસાઇલ

આ એ જ સિસ્ટમ છે જે અમેરિકાએ પૂર્વ પ્રમુખ જો બાઇડેનના વહીવટ દરમિયાન રશિયા સામે સ્વ-બચાવ માટે યુક્રેનને આપી હતી. તેમની કુલ કિંમત 4 બિલિયન ડૉલરથી વધુ હોવાનો અંદાજ છે. આ પેકેજમાં 60 સ્વ-સંચાલિત હોવિત્ઝર સિસ્ટમ્સ અને સંબંધિત સાધનો પણ સામેલ છે, જેની કિંમત પણ 4 બિલિયન ડૉલરથી વધુ છે. ડ્રોન વેચાણનો અંદાજ પણ 1 બિલિયન ડૉલરથી વધુ હોવાનો છે.

અન્ય કરારમાં 1 બિલિયન ડૉલરથી વધુ મૂલ્યના લશ્કરી સોફ્ટવેર, 700 મિલિયન ડૉલરથી વધુ મૂલ્યના જેવલિન અને TOW મિસાઇલો, 96 મિલિયન ડૉલરના હેલિકોપ્ટર ભાગો અને 91 મિલિયન ડૉલરના હાર્પૂન મિસાઇલો માટે અપગ્રેડ કીટનો સમાવેશ થાય છે. અમેરિકાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ શસ્ત્રોના વેચાણથી તાઇવાન મજબૂત બનશે અને તેની રાજકીય સ્થિરતા, લશ્કરી સંતુલન અને આર્થિક પ્રગતિ મજબૂત થશે.