Get The App

હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
International media reaction to Nitish Kumar hijab row


International media reaction to Nitish Kumar hijab row: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તાજેતરમાં પટનામાં આયુષ તબીબોને નિમણૂક પત્રો વહેંચતી વખતે એક વિવાદમાં ફસાયા છે. એક મુસ્લિમ મહિલા ડૉક્ટરને નિમણૂક પત્ર આપતી વખતે નીતીશ કુમારે તેમના ચહેરા પરથી હિજાબ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ગલ્ફ દેશોમાં તેની ટીકા થઈ રહી છે.

ગલ્ફ દેશોના મીડિયામાં આકરી આલોચના

નીતીશ કુમારનું આ અજીબ વર્તન હવે માત્ર ભારત પૂરતું સીમિત નથી રહ્યું. તૂર્કિયેથી લઈને કતાર સુધીના દેશોમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. આરબ મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેલા વ્યક્તિનું આવું વર્તન તેમની ગરિમાને શોભતું નથી. પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ ઘટનાને લઈને ભારત પર નિશાન સાધ્યું છે.

આંતરરાષ્ટ્રીય વેબસાઇટ્સનું વલણ

ગલ્ફ દેશોના મીડિયાએ આ ઘટના પર વિશેષ લેખ લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, 'આ ઘટનાએ ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ ફેલાયેલા ભેદભાવ અને નસલવાદની ચર્ચાને ફરી વેગ આપ્યો છે.' આ ઉપરાંત 'મિડલ ઈસ્ટ ઈવેન્ટ્સ' નામની મીડિયા કંપનીએ પણ આ વીડિયો શેર કરીને નીતીશ કુમારના આ કૃત્ય પર સવાલો ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સનો આક્રોશ

X, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મિડલ ઈસ્ટના લોકો આ ઘટનાને 'શારીરિક અને માનસિક પજવણી' ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'કોઈ મહિલાનો હિજાબ તેની સંમતિ વિના ખેંચવો એ સતામણી છે, તેમની સામે કેસ દાખલ થવો જોઈએ. બીજા એક યુઝરે ભારતમાં મુસ્લિમ વસ્તી અને તેમની સામે થતા કથિત ભેદભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: 'સ્ટેચ્યૂ ઑફ યુનિટીના' ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

ભારતમાં મિશ્ર પ્રતિસાદ

ભારતમાં આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વિપક્ષ અને ઘણા લોકો આને મહિલાની ગરિમાનું અપમાન ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને 'હિજાબમાંથી આઝાદી'ના સંદર્ભમાં જોઈને મુખ્યમંત્રીનું સમર્થન કરી રહ્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિવાદે બિહાર સરકાર અને ભારતની છબી સામે સવાલો ઉભા કર્યા છે.

હિજાબ ખેંચી વિવાદમાં સંપડાયા નીતિશ કુમાર, હવે ગલ્ફ કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયામાં હોબાળો 2 - image