Get The App

ટ્રમ્પના દાવા: 8 મહિનામાં 10 યુદ્ધ અટકાવ્યા, 3000 વર્ષ બાદ અહીં શાંતિ સ્થાપી, 'ટૅરિફ'નું ભલું થાય

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના દાવા: 8 મહિનામાં 10 યુદ્ધ અટકાવ્યા, 3000 વર્ષ બાદ અહીં શાંતિ સ્થાપી, 'ટૅરિફ'નું ભલું થાય 1 - image


US Politics News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ સંબોધનમાં તેમણે પોતાની સરકારની સિદ્ધિઓનો પટારો ખોલતાં દાવો કર્યો હતો કે તેમણે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 8 જેટલા યુદ્ધો અટકાવ્યા છે. ટ્રમ્પે 'ટૅરિફ'ને પોતાનો પ્રિય શબ્દ ગણાવતાં કહ્યું કે 'આ નીતિને કારણે જ અમેરિકન અર્થતંત્ર મજબૂત થયું છે.'

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ઐતિહાસિક શાંતિનો દાવો

સંબોધન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરતાં કહ્યું કે, 'મેં અમેરિકન શક્તિને પુનઃસ્થાપિત કરી છે અને 10 મહિનામાં 8 યુદ્ધનો અંત લાવ્યો છે. ગાઝામાં યુદ્ધનો અંત લાવીને તેમણે છેલ્લા 3,000 વર્ષમાં પહેલીવાર આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપી છે.' આ ઉપરાંત ઈરાન તરફથી મળતાં પરમાણુ ખતરાને દૂર કરવાનો શ્રેય પણ તેમણે પોતાની ટીમને આપ્યો હતો. જીવિત કે મૃત, તમામ અમેરિકન બંધકોને ઘરે પરત લાવવાની પ્રતિબદ્ધતા તેમણે દોહરાવી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સર્જાઈ રહેલો માહોલ ભારત માટે ખતરાની ઘંટડી! વીઝા પણ સેન્ટર બંધ કરાયું

ભારત સહિતના દેશો પર નિશાન સાધ્યું

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અર્થતંત્ર મુદ્દે વાત કરતાં 'ટૅરિફ' પર ભાર મૂક્યો હતો. તેમણે પૂર્વ પ્રમુખ જો બાઇડેન પર પ્રહાર કરતાં કહ્યું કે. 'તેઓ વારસામાં "ગડબડ" છોડી ગયા હતા, જેને ટૅરિફ દ્વારા સુધારવામાં આવી રહી છે.'

દાવો કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને ભારત સહિતના દેશો પર લાદવામાં આવેલા ટૅરિફથી અમેરિકાને અપેક્ષા કરતાં ઘણો વધારે ફાયદો થયો છે. આ ટૅરિફને કારણે અમે કલ્પના બહારની કમાણી કરી છે.' તેમણે ઉમેર્યું કે વેપાર નીતિઓમાં ફેરફાર અને ટેક્સ કટના કાયદાને કારણે અમેરિકા આર્થિક રીતે સદ્ધર બન્યું છે.

યુવાઓમાં ઘટતી લોકપ્રિયતા અને ફુગાવો

એકતરફ ટ્રમ્પ પોતાની સફળતાના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ જનતાનો મૂડ કંઈક અલગ દેખાઈ રહ્યો છે. નવો રોઇટર્સ/ઇપ્સોસ પોલ દર્શાવે છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓથી માત્ર 33 ટકા યુવા અમેરિકનો જ સંતુષ્ટ છે. ટૅરિફને કારણે કિંમતો આસમાને પહોંચવા છતાં ટ્રમ્પે ફુગાવાને અવગણ્યો હતો, જે સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે. ટ્રમ્પે 2026 માટેના તેમના વહીવટનો એજન્ડા રજૂ કરતાં સ્પષ્ટ કર્યું કે આગામી વર્ષોમાં વધુ કડક આર્થિક અને વિદેશ નીતિઓ અમલી બનાવશે.

Tags :