World

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ સામે નવું ટેન્શન, વર્લ્ડ વૉર 2 બાદ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ

By GS Team
6 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યારે માત્ર ઈરાન સાથેનું યુદ્ધ કે હોર્મુઝની ખાડીનો તણાવ જ ચિંતાનો વિષય નથી, પરંતુ દેશ પર વધતું દેવું એક ગંભીર સંકટ બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું તેની કુલ જીડીપી (GDP) કરતા પણ વધી ગયું છે. 'કમિટી ફોર એ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટ'ના અહેવાલ મુજબ, અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલી છે, જે તેની આર્થિક સ્થિરતા માટે ખતરાની ઘંટડી સમાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ સામે નવું ટેન્શન, વર્લ્ડ વૉર 2 બાદ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ
(IMAGE - IANS)

US National Debt Surpasses GDP: અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યારે માત્ર ઈરાન સાથેનું યુદ્ધ કે હોર્મુઝની ખાડીનો તણાવ જ ચિંતાનો વિષય નથી, પરંતુ દેશ પર વધતું દેવું એક ગંભીર સંકટ બની ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું તેની કુલ જીડીપી (GDP) કરતા પણ વધી ગયું છે. 'કમિટી ફોર એ રિસ્પોન્સિબલ ફેડરલ બજેટ'ના અહેવાલ મુજબ, અમેરિકાની અર્થવ્યવસ્થા અત્યારે દેવાના ડુંગર નીચે દબાયેલી છે, જે તેની આર્થિક સ્થિરતા માટે ખતરાની ઘંટડી સમાન છે.

જીડીપી કરતા વધુ દેવું: એક ચોંકાવનારો આંકડો

તાજેતરના આંકડાઓ અનુસાર, એપ્રિલ 2026ના અંતમાં અમેરિકા પરનું કુલ દેવું 31.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જે દેશની 31.22 ટ્રિલિયન ડૉલરની જીડીપી કરતા પણ વધારે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ, 2026માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ઉછળીને 39.2 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં આ દેવું લગભગ બમણું થઈ ગયું છે. વર્ષ 2017માં જે દેવું 20.2 ટ્રિલિયન ડૉલર હતું, તે 2026માં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.

દેવું વધવા પાછળના મુખ્ય કારણો

નિષ્ણાતોના મતે, આ દેવું વધવા પાછળ ટેક્સમાં કરવામાં આવેલ કાપ અને વ્યાજની ચુકવણીમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય છે. આ ઉપરાંત, અમેરિકામાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે, જેના કારણે મેડિકેર અને સોશિયલ સિક્યોરિટી જેવા કાર્યક્રમો પાછળ સરકારી ખર્ચમાં મોટો વધારો થયો છે. અત્યારે સ્થિતિ એવી છે કે અમેરિકા પોતાના સંરક્ષણ કે સ્વાસ્થ્ય સેવાઓ પાછળ જેટલો ખર્ચ કરે છે, તેના કરતા વધુ ખર્ચ તો માત્ર દેવાના વ્યાજની ચુકવણીમાં થઈ રહ્યો છે. રાષ્ટ્રીય દેવું ચૂકવવા માટેનું વાર્ષિક વ્યાજ જ હવે 1 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.

આ પણ વાંચો: ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવ્યું, ડીલની આશા સાથે ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

ભવિષ્યનું સંકટ: 2036 સુધીમાં સ્થિતિ વધુ વણસશે

કોંગ્રેસ બજેટ ઑફિસના અંદાજ મુજબ, જો અત્યારથી કોઈ મોટા ફેરફારો કરવામાં નહીં આવે, તો આગામી દાયકામાં એટલે કે 2036 સુધીમાં અમેરિકા પરનું દેવું 53 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. આ વધતું દેવું વ્યાજદરમાં વધારો કરી શકે છે અને મોંઘવારીમાં પણ વધારો લાવી શકે છે. જો આ જ ગતિએ દેવું વધતું રહેશે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ક્રેડિટ રેટિંગ અને તેની આર્થિક વિશ્વસનીયતા પર પણ માઠી અસર પડી શકે છે, જે સામાન્ય અમેરિકન પરિવારો માટે રોજબરોજના ખર્ચમાં વધારો કરશે.