World

ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવ્યું, ડીલની આશા સાથે ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય

By GS Team
6 May 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટેના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેની વાતચીત હવે અંતિમ સમજૂતી તરફ વધી રહી છે અને તેમાં સારી પ્રગતિ થઈ છે. આ દરમિયાન અમેરિકાએ તેના સૈન્ય અભિયાન 'ઓપરેશન એપિક ફ્યુરી'ને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી માર્ક રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ નથી ઈચ્છતું અને શાંતિના માર્ગે આગળ વધવા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ 'પ્રોજેક્ટ ફ્રીડમ' અટકાવ્યું, ડીલની આશા સાથે ટ્રમ્પનો મહત્ત્વનો નિર્ણય
(IMAGE - IANS)

US-Iran Conflict: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટેના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેની વાતચીત હવે અંતિમ સમજૂતી તરફ વધી રહી છે અને તેમાં સારી પ્રગતિ થઈ છે. આ દરમિયાન અમેરિકાએ તેના સૈન્ય અભિયાન 'ઓપરેશન એપિક ફ્યુરી'ને પણ ખતમ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી માર્ક રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે કોઈ નવું યુદ્ધ નથી ઈચ્છતું અને શાંતિના માર્ગે આગળ વધવા માંગે છે.

ઈરાન પર દબાણ અને ટ્રમ્પની કડક ચેતવણી

ભલે પ્રોજેક્ટ ફ્રીડમ અટકાવી દેવામાં આવ્યો હોય, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર અમેરિકાની નાકેબંધી પૂરી રીતે ચાલુ રહેશે. ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાએ ઈરાની નૌકાસેનાને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે હવે તેમની પાસે લડવા માટે કોઈ બોટ બચી નથી. આ સાથે જ તેમણે ઈરાનના નાગરિકોના વિરોધ પ્રદર્શન અંગે પણ નિવેદન આપતા હિંસાની આશંકા વ્યક્ત કરી હતી. બીજી તરફ, અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનની 7 નૌકાઓને તોડી પાડી છે, જોકે આ સંઘર્ષમાં 10 સામાન્ય નાવિકોના મોત પણ થયા છે.

વૈશ્વિક બજાર પર અસર: ઓઇલના ભાવ ઘટ્યા

અમેરિકા દ્વારા ઓપરેશન રોકવાની જાહેરાત થતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકન ક્રૂડ ઓઇલ (WTI)ની કિંમત આશરે 2.18% ઘટીને 100.04 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. હાલમાં અમેરિકન વાયુસેનાના F-16 વિમાનો હોર્મુઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સૈન્ય તહેનાતીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન સૈનિકોની સુરક્ષા અને વિશ્વમાં ઓઇલનો પુરવઠો ખોરવાય નહીં તે માટે વેપારી જહાજોને રક્ષણ આપવાનો છે.

આ પણ વાંચો: અમેરિકામાં ભારતનું 16.4 અબજ ડૉલરનું સીધું મૂડીરોકાણ, 70800 નોકરીઓ પણ એ જ કારણે ટકી

UN દ્વારા ઈરાનને અલ્ટીમેટમ

હોર્મુઝની ખાડીમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર (UN)માં એક મહત્ત્વનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ દ્વારા ઈરાનને સખત ચેતવણી આપવામાં આવી છે કે જો તે જહાજો પર હુમલા અને ગેરકાયદે ટોલ વસૂલાત બંધ નહીં કરે, તો તેના પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે. આ ઉપરાંત, સમુદ્રમાં બિછાવેલી માઈન્સની જાણકારી શેર ન કરવા બદલ પણ ઈરાન સામે આકરા પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી છે. અમેરિકા હાલ ઈરાન સાથે કાયમી સીઝફાયર માટે વાતચીતના પ્રયાસો કરી રહ્યું છે.