Get The App

શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
US Military Deployment Middle East
(IMAGE - IANS)

US Military Deployment Middle East: અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં એક અત્યંત મહત્ત્વની શાંતિ મંત્રણા યોજાવા જઈ રહી છે, જેમાં ભાગ લેવા માટે અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ પાકિસ્તાન પહોંચશે. જોકે, એકતરફ શાંતિની વાતચીત ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તાકાતમાં પણ મોટો વધારો કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાએ તેના ફાઈટર જેટ્સ અને '82વે એરબોર્ન ડિવિઝન'ના 1500થી 2000 સૈનિકોને તહેનાત કરવાની તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત, 'યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' એરક્રાફ્ટ કેરિયર અને 'યુએસએસ બોક્સર' સહિતના યુદ્ધજહાજો પણ ખાડી દેશો તરફ આગળ વધી રહ્યા છે. આ સાથે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈનિકોની સંખ્યા વધીને 50,000ને પાર થઈ ગઈ છે, જે અમેરિકાની શાંતિ મંત્રણા સાથેની મજબૂત સૈન્ય વ્યૂહનીતિ દર્શાવે છે.

ઈરાને શાંતિ મંત્રણા માટે લેબેનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની શરત મૂકી 

બીજી તરફ, ઈરાને પણ મંત્રણા માટે પોતાનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ મોકલ્યું છે, પરંતુ સાથે કેટલીક કડક શરતો પણ મૂકી છે. ઈરાનની મુખ્ય શરત છે કે ઔપચારિક વાતચીત શરૂ થાય તે પહેલા લેબેનોનમાં તરત જ યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકા પર જરાય ભરોસો નથી અને જો આ મંત્રણા માત્ર છેતરપિંડી સાબિત થશે, તો ઈરાન કડક પગલાં લેશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો સેનાનો ઉપયોગ કરવામાં આવશે. આગામી 24 કલાકમાં આ શાંતિ મંત્રણા કઈ દિશામાં જશે તે સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો: શાંતિ મંત્રણા અગાઉ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતોમાં એકઝાટકે 135 રૂપિયાનો ઘટાડો, PM શાહબાઝની જાહેરાત

અમેરિકાની બેવડી વ્યૂહનીતિ

નિષ્ણાતો માને છે કે અમેરિકા અત્યારે બેવડી વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે; એકતરફ ઈરાન પર દબાણ બનાવવા શાંતિની વાત અને બીજી તરફ વાટાઘાટો નિષ્ફળ જાય તો વળતા હુમલા માટે સૈન્યની તૈયારી. આ 6 અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્ત્વનો દરિયાઈ માર્ગ પ્રભાવિત થયો છે, જ્યાંથી વિશ્વનો 20% ઓઇલ પુરવઠો પસાર થાય છે. આ વિવાદને કારણે વિશ્વભરમાં તેલના ભાવમાં વધારો થયો છે અને વૈશ્વિક અર્થતંત્ર પર પણ જોખમ ઊભું થયું છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ શાંતિ મંત્રણા પર ટકેલી છે, કારણ કે આ બેઠકના પરિણામો પશ્ચિમ એશિયામાં સ્થિરતા અથવા વધુ ભયંકર યુદ્ધ નક્કી કરશે.

શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત 2 - image