Entertainment

રામાયણનું ટ્રેલરઃ લોકોને રામ અને સીતા કરતાં તો શુર્પણખા ગમી ગઈ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં 'રામાયણ ભાગ 1'નું ટ્રેલર રજૂ થતાં જ ઓનલાઈન રીવ્યુ શરૂ થયા છે. રણબીર કપૂર રામ અને સાઈ પલ્લવી સીતાના પાત્રમાં ફિક્કા લાગ્યા. યશ રાવણ તરીકે છવાયા, પણ તેમનો અવાજ નબળો જણાયો. સૌથી મોટું આશ્ચર્ય હનુમાન (સની દેઓલ)ની ગેરહાજરી છે. રકુલ પ્રીત શૂર્પણખા તરીકે ચમકી. વિઝ્યુઅલ ઇફેક્ટ્સના વખાણ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણનું ટ્રેલરઃ લોકોને રામ અને સીતા કરતાં તો શુર્પણખા ગમી ગઈ
  • હનુમાન ગાયબ હોવાથી લોકોને અચરજ
  • 'રાવણ' યશનો ખોંખારો નબળો : વિઝ્યુઅલ ઈફેક્ટસનાં વખાણ

મુંબઇ : 'રામાયણ ભાગ એક'નું ટ્રેલર આખરે મોડે મોડે આજે વહેલી સવારે રજૂ થતાં જ તેના ઓનલાઇન રિવ્યુ શરૂ થઇ ગયા છે. આ રીવ્યુઝ અનુસાર રણબીર કપૂર રામને બદલે રણબીર કપૂર જ વધારે લાગે છે. જ્યારે સીતાના પાત્રમાં સાઇ પલ્લવી ફિક્કી પડી છે. નેટ યૂઝર્સએ તો સાઈ પલ્લવી સાથે બેકગ્રાઉન્ડમાં દેખાતી એક આર્ટિસ્ટ યુવતી વધારે બ્યુટીફૂલ છે અને તેને સીતા બનાવવા જેવી હતી તેવો ચુકાદો પણ આપી દીધો હતો. જ્યારે લંકેશ તરીકે રાવણના પાત્રમાં યશ છવાઇ જાય છે પણ તેનો અવાજ તેની ભૂમિકાની સરખામણીમાં નબળો લાગે છે. સૌથી મોટું અચરજ આ ટ્રેલરનું એ છે કે તેમાંથી હનુમાન યાને સની દેઓલ ગાયબ છે. રાવણને બાદ કરતાં રામ અને સીતાના સંવાદો લાગણીહીન લાગે છે. રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં રીતસર ચમકે છે. વાસ્તવમાં આજે અનેક નેટીઝન્સએ રકુલ પ્રીતના લૂકસની પ્રશંસા કરી હતી. ઐરાવત અને ઇન્દ્રની લડાઇના દિલધડક દૃશ્યો જોતાં દર્શકોના જીવ અદ્ધર થઇ જાય છે. રામાયણના ચાર મિનિટ દસ સેકન્ડના ટ્રેલરમાં ફિલ્મના સ્કેલનો અંદાજ આપવામાં ફિલ્મમેકર્સ સફળ થયા છે. દર્શકોને આશા છે કે ફિલ્મમાં ટ્રેલર કરતાં ઘણું વધારે જોવા મળશે. ટ્રેલર જોતાં એવું લાગે છે કે 'બાહુબલિ' બાદ પહેલીવાર વિરાટ સ્કેલ પર મહાકાવ્ય રજૂ થઇ રહ્યું છે. નવેમ્બરમાં દિવાળીના તહેવારમાં 'રામાયણ' ભાગ એક રજૂ થવા સાથે તેના નિર્માતા-નિર્દેશકની દર્શકોની નજરે અગ્નિ પરીક્ષા થશે એ નક્કી છે.