પાકિસ્તાનનો ખજાનો લૂંટાશે! સોનાના ભંડાર પર અમેરિકાની નજર, બલોચિસ્તાનમાં કર્યું ભારેખમ રોકાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Investment in Balochistan : પાકિસ્તાનના બલૂચિસ્તાનને ખજાનાની ધરતી કહેવામાં આવે છે. અહીંની બંજર જમીનની અંદર ‘રેર અર્થ મિનરલ્સ’નો અનેક ઘણો ખજાનો દબાયેલો છે. અહીં જ વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર પણ છે. આ જ કારણે ચીન બલૂચિસ્તાનમાં ચંચુપાત કરતું રહ્યું છે. એટલું જ નહીં હવે બલૂચિસ્તાનના ખજાના પર અમેરિકાની પણ નજર પડી છે, જેના કારણે અમેરિકા પાકિસ્તાનમાં પાણીની જેમ નાણાં વાપરી રહ્યો છે.
બલૂચિસ્તાનમાં અમેરિકાનું રોકાણ
મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકાએ બલૂચિસ્તાનમાં આવેલા વિશ્વના સૌથી મોટા સોના-તાંબાના ભંડાર ‘રેકો ડીક માઈન’માં 1.3 અબજ ડૉલર (લગભગ 1,17,59,45,74,500 રૂપિયા)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે ફેબ્રુઆરીએ ‘વૉલ્ટ’ નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી કે, અમેરિકા વૉલ્ટ પ્રોજેક્ટમાંથી પાકિસ્તાનના રિકો ડિક માઈનમાં 1.3 બિલિયન ડૉલરનું રોકાણ કરશે.
ચીનને ટક્કર આપવા અમેરિકાની ગેમ !
બલૂચિસ્તાન પ્રાંતનાં ચાગઈ પહાડો પર આવેલા રેકો ડિકમાં વિશ્વનો સૌથી મોટો સોના-ચાંદીનો ભંડાર છે, ત્યારે અમેરિકન વિદેશ વિભાગે કહ્યું છે કે, મહત્ત્વના ખનિજો અને રેર અર્થ મિનરલ્સનું સંશોધન કરી વૈશ્વિક માર્કેટને નવું આકાર આપી શકાય, તે હેતુથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. વિભાગે એમ પણ કહ્યું કે, અમેરિકાએ રેકો ડિક પ્રોજેક્ટ વૉલ્ટ માટે એકમાત્ર વિદેશી રોકાણ કર્યું છે. બીજીતરફ ચર્ચા છે કે, પ્રોજેક્ટનો હેતુ ચીન સાથે પણ સંકળાયેલો છે, કારણ કે વિશ્વમાં એક માત્ર ચીનના રેર અર્થ મિનરલ્સનો દબદબો છે. જેને ટક્કર આપવા માટે અમેરિકાએ આ ગેમ રમી છે.
રેકો ડીક : વિશ્વમાં સોના-ચાંદીનો સૌથી મોટો ભંડાર
બલૂચિસ્તાનની રેકો ડિક ખાણ વિશ્વના સૌથી મોટા સોના-તાંબાના ભંડારમાંથી એક છે. આ ક્ષેત્રમાં અંદાજીત 5.9 બિલિયન ટન કાચુ ધાતુ છે. ખાણમાં 0.41 ટકા તાંબુ અને 41.5 મિલિયન ઔંસ સોનાનો ભંડાર છે. એટલે કે આ વિશ્વનો સૌથી મોટો ભંડાર છે.
આખરે પ્રોજેક્ટ વૉલ્ટ શું છે?
અમેરિકન પ્રમુખ દ્વારા ‘પ્રોજેક્ટ વૉલ્ટ’ લોન્ચ કરવાનું સૌથી મોટો હેતુ એ છે કે, તેઓ મહત્વના ખનિજોનો અનામત ભંડાર મેળવાવ માંગે છે. આ ઉપરાંત તેઓ રેર અર્થ મિનરલ્સ મેળવવા માટે ચીન પર નિર્ભરતા ઘટાડવા અને વૈશ્વિક માર્કેટને બદલવા માંગે છે. અમેરિકન એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંકે પ્રોજેક્ટ માટે 10 અબજ ડૉલરની મોટી લોન મંજૂર કરી છે. જેમાં અમેરિકાએ એકમાત્ર પાકિસ્તાનના રેકો ડીકમાં જ વિદેશી રોકાણ કર્યું છે.
આ પણ વાંચો : UKના PMની ખુરશી ખતરામાં! એપસ્ટિન ફાઈલ્સમાં 'મિત્ર'ની કરતૂત સામે આવતા માફી માંગી









