Epstein Files : એપસ્ટિન ફાઈલ્સના કારણે બ્રિટનના વડાપ્રધાન સર કીર સ્ટામરની ખુરશી ખતરામાં આવી ગઈ છે. એપસ્ટિન ફાઈલ્સમાં વડાપ્રધાનના મિત્ર પીટર મંડેલસનનું નામ સામે આવ્યું છે, જેના કારણે સ્ટામર પોતાના જ સાંસદોના વિરોધનો સામનો કરી રહ્યા છે. સ્ટામરે જાહેરમાં સ્વિકાર કર્યો છે કે, તેમણે મુખ્ય હોદ્દા પર પીટરની નિમણૂક કરીને મોટી ભૂલ કરી હતી. તેમણે પિટરના જૂઠ પર વિશ્વાસ કર્યો હતો, જે બદલ તેમણે માફી માંગી છે.
પીટર વડાપ્રધાનની પાર્ટીના સીનિયર નેતા
પીટર મંડેલસન લેબર પાર્ટીના સીનિયર નેતા અને લોર્ડ છે. ગત વર્ષે વડાપ્રધાને અમેરિકામાં બ્રિટનના રાજદૂત તરીકે પીટરની નિમણૂક કરી હતી. જોકે એપસ્ટિન ફાઈલ્સના પુરાવાથી સામે આવ્યું છે કે, પીટર અને અમેરિકન અબજોપતિ કુખ્યાત યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન વચ્ચે ગાઠ મિત્રતા હતી. જ્યારે જેફ્રી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે પણ બંને વચ્ચે મિત્રતા હતી.
PM સ્ટામરે ભૂલનો સ્વિકાર કર્યો
વડાપ્રધાન સ્ટામરે સ્વિકાર્યું છે કે, ‘હું જાણતો હતો કે, પીટર અને જેફ્રી એકબીજાના સંપર્કમાં હતા, તેમ છતાં પીટરને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.’ ચોંકાવનારી વાત એ છે કે, પીટર જ્યારે સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમના પર જેફ્રીને સંવેદનશીલ સરકારી માહિતી લીક કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : 'મને પસ્તાવો છે કે હું એપસ્ટિનને મળ્યો જ કેમ...' આરોપો અંગે બિલ ગેટે્સે તોડ્યું મૌન
એપસ્ટીનના પીડિતોની માફી માગી
સ્ટામરે એક ભાષણમાં કહ્યું હતું કે, ‘મને અંદાજ ન હતો કે, જેફ્રી અને પીટર વચ્ચે ગાઢ મિત્રતા હશે. મને દુઃખ છે કે, મેં પીટરના જૂથ પર વિશ્વાસ કર્યો અને તેમની નિમણૂક કરી. બ્રિટનમાં કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. સરકાર સત્ય સામે લાવવાનો અને દોષિતો સામે કાર્યવાહી કરવા માટે પગલા ભરશે.’
પીટર મામલે PM પોતાના જ સાંસદોના નિશાન
પીટરનો મામલો સામે આવ્યા બાદ વડાપ્રધાનની લેબર પાર્ટીના સાંસદો ખૂબ ગુસ્સે ભરાયા છે અને તેઓ વડાપ્રધાન સ્ટામરનો કડક વિરોધ કરી રહ્યા છે. સાંસદોનું કહેવું છે કે, સ્ટામરનું નેતૃત્વ નબળું પડી ગયું છે. આ મામલાઓના કારણે તેમની સાખને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો : ફિલિપાઇન્સમાં ભીષણ દાવાનળ, 1000થી વધુ મકાનો બળીને રાખ, 5000થી વધુ લોકો બેઘર


